યવતમાલની નર્સ કોમલ મિશ્રાના મોત વિશે વાઈરલ પોસ્ટ ખોટી છે…. જાણો શું છે સત્ય…

Coronavirus False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Disha Ayush નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. #RIP CORONA WARRIORS Komal Mishra From Yavatmal, Maharashtra, Working As A Nurse In Hospital In Pune, Today Lost Her Life To #CoronaVirus . While Performing Her Duties As Corona Warrior She Got Infected To Corona Virus And Today Morning At 5.30am Breathed Her Last. We Lost Another Warrior” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 215 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 60 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 321 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યવતમાલની નર્સ કોમલ મિશ્રાનુ કોરોના દર્દીની સારવાર દરમિયાન મોત થયુ.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી પોસ્ટ અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જ્યારે અમે અમારી પડતાલ શરૂ કરી, ત્યારે અમે જોયું કે આ જ ફોટો અને દાવો ઘણી ભાષાઓમાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા વિશે મરાઠી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, યુવતી કોમલ મિશ્રા પુનાની નાયડુ હોસ્પિટલમાં નોકરી કરતી હતી અને તે મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના જોડમોહા ગામની હતી.

કોમલ મિશ્રાના નામની કોઈ નર્સનું કોરોના વાયરસને કારણે મૃત્યુ થયુ છે કે કેમ તેની તપાસ કરવા માટે પહેલા અમે નાયડુ હોસ્પિટલનો સંપર્ક કર્યો. અમે નાયડુ હોસ્પિટલ માટે જવાબદાર એવા પુના મ્યુનિસિપલ કોર્પોરેશનના સહાયક આરોગ્ય અધિકારી સંજીવ વાવારે સાથે વાત કરી. તેમણે અમને કહ્યું કે, નાયડુ હોસ્પિટલમાં કોમલ મિશ્રા કાર્યરત નથી. નાયડુ હોસ્પિટલમાં તેના મોત અંગેનો વાયરલ સંદેશ ખોટો છે.

તે સાચું છે કે નાયડુ હોસ્પિટલની નર્સ (ઉંમર 23)ને સોમવારે કોરોના વાયરસશી સક્રમિત થયા હતા અને તેનું નિદાન થઈ રહ્યુ છે. પરંતુ તે જીવે છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

ત્યારબાદ અમે યવતમાલ જિલ્લાના જોડામોહા ગામના સરપંચ દયાનેશ્વર દરહેનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને માહિતી આપી હતી કે, વાયરસ મેસેજ જોઈને તેમણે ગામના દરેક ઘરની તપાસ કરી હતી. ગામમાં મિશ્રા અટકનો કોઈ પરિવાર જ નથી. તેમને ગામમાં કોમલ મિશ્રા નામની કોઈ છોકરી મળી જ નથી. 

આ જ માહિતી પોલીસ પાટીલ અને ગામના આરોગ્ય અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

આમ, ઉપરોક્ત પરિણામ પરથી એ તો સાબિત થઈ ગયુ હતુ કે, કોમલ મિશ્રા ન તો પુનાની નાયડુ હોસ્પિટલમાં નર્સ હતી કે ન તો તે યવતમાલ જિલ્લાના જોડમોહા ગામની છે.

તો પછી ફોટોમાં દેખાતી વ્યક્તિ કોણ છે..?

અમારી અન્ય ટીમ ફેક્ટ ક્રેસસેન્ડો મરાઠીએ ફેસબુક દ્વારા યુવતીની શોધ કરી હતી, જેની તસવીર વાયરલ થઈ રહી છે. તેનું નામ શશિકલા ઠાકરે છે. તેણી એક નાના આરોગ્ય સુવિધા કેન્દ્રમાં નર્સ તરીકે કાર્ય કરી રહી છે અને તેનું મુળ ગામ ભંડારા જિલ્લાનું ધર્માપુરી છે.

બાદમાં શશિકલાએ અમને જણાવ્યુ હતુ કે, મારા મિત્રએ મને સોમવારે માહિતી આપી હતી કે મારો ફોટો કોમલ મિશ્રાના નામે વાયરલ થઈ રહ્યો છે. કોઈએ મારો ફોટો, જે મારો ફેસબુક પ્રોફાઇલ પિક્ચર હતો તેનો ઉપયોગ કોરોનાવાયરસને કારણે નર્સના મોત અંગેના બનાવટી સમાચાર ફેલાવવા માટે કર્યો છે. આ અંગે મેં સાકોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તેણે વિડિયોની સાથે અમને તેની ફરિયાદની એક નકલ પણ મોકલી છે જેમાં તેણે લોકોને તેના ફોટોનો ઉપયોગ કરીને ખોટા સમાચાર ન ફેલાવવા વિનંતી કરી છે. જે વિડિઓને તમે નીચે જોઈ શકો છો.

(વિડિઓનું ગુજરાતી ભાષાંતર: નમસ્કાર મિત્રો, મારૂ નામ શશિકલા ઠાકરે છે. હું ભંડારા જિલ્લાના ધર્માપુરી ગામની છું. કેટલાક લોકો ફોટા કોમલ મિશ્રાના મૃત્યુ અંગે બનાવટી સમાચાર ફેલાવવા માટે મારા ફોટોનો દુરઉપયોગ કરી રહ્યા છે. હું સ્વસ્થ અને જીવંત છું. પણ લોકો મને શ્રદ્ધાંજલિ આપીને મારી માનસિક તંદુરસ્તીને ધકેલી રહ્યા છે. મે આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. હું દરેકને મારા ફોટોનો ઉપયોગ કરીને ખોટા સમાચારો ન ફેલાવવા વિનંતી કરું છું. મહેરબાની કરો, હું તમને વિનંતી કરું છું.)

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ ફોટો ભંડારા જિલ્લાની શશીકલા ઠાકરેનો છે. તેનો ફોટો નર્સ કોમલ મિશ્રાના નામે ખોટી રીતે શેર કરવામાં આવી રહ્યો છે. PMCએ નાયડુ હોસ્પિટલમાં નર્સના મોતના દાવાને પણ નકારી દીધો છે.

Avatar

Title:યવતમાલની નર્સ કોમલ મિશ્રાના મોત વિશે વાઈરલ પોસ્ટ ખોટી છે…. જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False