જાણો તાજેતરમાં જાપાન ખાતે આવેલા ભૂકંપના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના સીસીટીવીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં જાપાનમાં આવેલા ભૂકંપનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં જાપાનમાં આવેલા ભૂકંપનો નહીં પરંતુ વર્ષ 2024માં જાપાનમાં આવેલા ભૂકંપનો છે. આ વીડિયોને તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લીધો અને રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. જેનાથી અમને આ જ વાયરલ વીડિયો એક સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પેજ દ્વારા 18 જાન્યુઆરી, 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો જાપાનમાં આવેલા ભૂકંપનો છે જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2024નો છે.

ઉપરોક્ત આ જ માહિતી અને વીડિયો અમને એક સત્તાવાર X યુઝર દ્વારા પણ 14 જાન્યુઆરી, 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

અમારી વધુ તપાસમાં જાપાનીઝમાં સંબંધિત કીવર્ડ શોધ કરતાં અમને 1 ફેબ્રુઆરી, 2024ના રોજ અપલોડ કરાયેલ જાપાનીઝ યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો મળ્યો હતો.

આ વીડિયો સાથે આપવામાં આવેલી માહિતીમાં એવું જણાવવામાં આવ્યું છે કે, 1 જાન્યુઆરી, 2024ના રોજ જાપાનમાં આવેલા ભૂકંપનો આ વીડિયો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં જાપાનમાં આવેલા ભૂકંપનો નહીં પરંતુ વર્ષ 2024માં જાપાનમાં આવેલા ભૂકંપનો છે. આ વીડિયોને તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો તાજેતરમાં જાપાન ખાતે આવેલા ભૂકંપના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

Written By: Vikas Vyas

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *