શું ખરેખર કોલક્તાના કારિગર દ્વારા આ ગામ તૈયાર કરવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Samast Gujarat Prajapati Yuvak Mandal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કલકત્તાના એક કુંભારે મૂર્તિનું આખું ગામ વસાવ્યું ફક્ત શ્વાસ આપવાનું ભૂલી ગયા મેં આટલો સારો વીડિયો ક્યારેય જોયો નથી તમે પણ જુઓ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 65000 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3900 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 19000 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોલકતાના આ કારીગરે આખુ ગામ વસાવ્યુ છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE 

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન કોલ્હાપુરથી 12 કિમી દૂર કનેરી મઠ ગામની માહિતી વિકિપિડિયા પર અમને પ્રાપ્ત થઈ હતી. આ ગામમાં સિદ્ધગિરિ નામનું એક સંગ્રહાલય છે. અહીં અહેવાલ છે કે ગ્રામીણ જીવનશૈલીના શિલ્પ નમુનાઓ, જે શહેરીકરણમાં લુપ્ત થવાના આરે છે તેને અહીં ઉભા કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર ટાઇમ્સની (ARCHIVE) વેબસાઇટ પર આશ્રમ અને સંગ્રહાલય વિશેનો એક લેખ પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે. કનેરી મઠ ખાતેના આ સિદ્ધગીરી મ્યુઝિયમ વિશે માહિતી આપતી સંખ્યાબંધ વિડિઓ પણ યુટ્યુબ પર જોવા મળી હતી.

ARCHIVE

ARCHIVE

આ સિવાય સિદ્ધેશ્વર મઠના કદસિદ્ધેશ્વર સ્વામીના ઘણા ઇન્ટરવ્યુ પણ યુટ્યુબ પર દેખાયા. તેમના એક ઇન્ટરવ્યુમાં, સિદ્ધગીરી મ્યુઝિયમના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. જે તમે તેને નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમે કોલકાતાના મ્યુઝિયમનો વીડિયો પણ જોયો. જો કે, આ નું ફોર્મેટ જુદું હોવાનું જાણવા મળ્યું છે અને વાયરલ વિડિઓ સાથે મેળ ખાતો નથી.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી થાય છે, કારણ કે, કોલકાતાના કુંભાર દ્વારા બનાવવામાં આવ્યો હોવાનો દાવો અસત્ય છે. આ વિડિયો કનેર મઠનું સિદ્ધગીરી મ્યુઝિયમનો છે.

Avatar

Title:શું ખરેખર કોલક્તાના કારિગર દ્વારા આ ગામ તૈયાર કરવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False