
Sumit Rathod નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાફેલનુ ભારતમાં આગમન થયા બાદનો આ વિડિયો છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વિડિયો વર્ષ 2016માં યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેમા યુટ્યુબ યુઝર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “વર્ષ 2016માં ઓસ્ટ્રિયામાં આ વિડિયો શૂટ કરવામાં આવ્યો હતો.”
Zseraldin Komlosi નામના યુટ્યુબ યુઝર દ્વારા પણ આ વિડિયો 2016માં અપલોડ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, AirPower 16 ZELTWEG – Dassault RAFALE છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ રાફેલ ભારતમાં અંબાલા એરફોર્સ બેઝ પર 29 જૂલાઈ 2020ના પહોચ્યા હતા. ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2016નો ઓસ્ટ્રિયાનો છે. હાલમાં ભારતમાં આવ્યા બાદનો રાફેલનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર રાફેલ ભારતમાં આવ્યા બાદનો આ વિડિયો છે…..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
