Aryaman Gir Gaushala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હજી પીવો દૂધ કૉથરી ના જૉયલીયૉ સસ્તું પીવૂ છે વીવૉ???” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 29 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 158 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાતમાં આ પ્રકારે દૂધ વહેંચાઈ રહ્યુ છે.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, જૂદા-જૂદા યુ-ટ્યુબ યુઝર દ્વારા સમાંયતરે આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વિડિયો ક્યાંનો છે. તેનો ઉલ્લેખ ક્યાંય કરવામાં આવ્યો ન હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ARCHIVE

ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને મજબુત કરવા અમે અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે અમુક તત્વો દ્વારા આ પ્રકારે સોશિયલ મિડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવતા હોય છે. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ.ગુજરાતમાં શુધ્ધ દૂધ જ ગ્રાહકોને આપવામાં આવી રહ્યુ છે.”

આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટનો વિડિયો અને લખાણ લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે જ શેર કરવામાં આવી રહ્યુ છે.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત પોસ્ટનો વિડિયો અને લખાણ લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે જ શેર કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતમાં લોકોને શુધ્ધ દૂધ જ આપવામાં આવી રહ્યુ હોવાનું અમુલના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

Avatar

Title:શું ખરેખર ગુજરાતમાં થેલીમાં આવતુ દૂધ આ પ્રકારે બનાવવામાં આવે છે......? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia

Result: False