શું ગુજરાત પોલીસની મહિલા DYSP દ્વારા દલિતોને અપશબ્દો કહેવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Mixture સામાજિક I Social

D D Solanki  નામના ફેસબુક યુઝર દ્વારા 14 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જ્યાં સુધી DYSP. ફાલ્ગુની પટેલ ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખો… શીર્ષક સાથે શેર કરવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે, કે મહિલા પોલીસ અધિકારી દ્વારા દલિતોને અપ શબ્દો કહેવામાં આવી રહ્યા છે. આ પોસ્ટ પર 183 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, 19 લોકો દ્વારા આ પોસ્ટ પર પોતાના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

Archive | Photo Archive

ઉપરોક્ત પોસ્ટ અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી, સૌ પ્રથમ અમે ગૂગલ પર “DYSP ફાલ્ગુની પટેલનોવિડિયોવાઈરલ” લખતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

GOOGLE SEARCH.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ, કે હાલ માં જ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં થયેલી બબાલનો વિડિયો છે, જેને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે આપ નીચે જોઈ શકો છો.

ARCHIVE

ARCHIVE

ARCHIVE

ARCHIVE

આમ, લગભગ તમામ મિડિયા હાઉસ દ્વારા આ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો, પરંતુ વિડિયોની એક જ બાજુ દેખાડવામાં આવી રહી છે, સામે પક્ષે ડીવાયએસપી કોને આ શબ્દો કહી રહી છે તે દર્શાવવામાં નથી આવ્યુ તેમજ તમામ મિડિયા દ્વારા પણ ડીવાયએસપી દ્વારા કોને આ શબ્દો કહેવામાં આવી રહ્યા છે, તે જણાવવામાં નથી આવ્યુ. જો કે, આ અંગે દલિત નેતા જિગ્નેશ મેવાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ડીવાએસપીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

ARCHIVE

જો કે, આ વિડિયો અંગે સમગ્ર રાજ્યમાં ચર્ચા હોય તો સ્થાનિક અધિકારીઓને આ અંગે જાણ હોવી જ જોઈએ. તેથી સૌપ્રથમ જિલ્લા કલેક્ટર એન.નાગારજણ એમનો સંપર્ક સાધ્યો હતો આ વિડિયો અંગે પૂછતા તેમને અમને જણાવ્યુ હતું કે, આ વિડિયોને લઈ રજૂઆત આવી છે, અને આરોપ મુકવામાં આવી રહ્યા છે. પરંતુ વિડિયોમાં એક બાજુ જ દેખાડવામાં આવી રહી છે, સામે પક્ષે કોણ છે તે દેખાડવામાં નથી આવી રહ્યુ. હાલ આ વિષય ઉપર તપાસ ચાલુ છે.

ત્યાર બાદ અરવલ્લી જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ સાથે પણ આ અંગે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ વિડિયોની આગળ-પાછળનું કઈ બતાવવામાં નથી આવ્યુ. અમારા અધિકારને સામેની વ્યક્તિ દ્વારા શું કહેવામાં આવ્યુ તે પણ દર્શાવવામાં નથી આવ્યું. ત્યારે આ વિડિયોને કોઈ પરિણામ પર પહોંચવુ કે આ વિષય પર હાલ બોલવુ યોગ્ય નથી 

11111.png

આમ, વિડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, દલિતોને ડીવાયએસપી દ્વારા અપશબ્દો કહેવામાં આવ્યા. પરંતુ વિડિયોમાં ડીવાયએસપી અપશબ્દો બોલી રહ્યા હોય તે દેખાઈ રહ્યું છે, પરંતુ સામાપક્ષે કોણ છે, તે નથી બતાવવામાં આવ્યુ, કે નથી ડીવાયએસપી દ્વારા કોઈનુ નામ પણ બોલવામાં આવતુ. જો કે, આ અંગે દલિત સમાજ દ્વારા ડીવાયએસપીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

પરિણામ

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે કારણ કે, વિડિયોમાં ડીવાયએસપી અપશબ્દો બોલી રહ્યા હોય તે દેખાઈ રહ્યું છે, પરંતુ સામાપક્ષે કોણ છે, તે નથી બતાવવામાં આવ્યુ, કે નથી ડીવાયએસપી દ્વારા કોઈનુ નામ પણ બોલવામાં આવતુ. જો કે, આ અંગે દલિત સમાજ દ્વારા ડીવાયએસપીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

Avatar

Title:શું ગુજરાત પોલીસની મહિલા DYSP દ્વારા દલિતોને અપશબ્દો કહેવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: Mixture

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •