
Amit Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 20 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #कोरोना के नाम पर नया घोटाला* *भायंदर के गोराई मे पिछले दिनो कोई केस नही था,एक व्यक्ति को हल्का बुखार,सर्दी खाँसी हुई तो चेक करवाने गया* *उसे जबरदस्ती भर्ती करके रिपोर्ट positive बताई गई* *फिर अचानक उसकी आज मृत्यु हो जाती है और पूरी बाडी पैक करके जलाने की तैयारी की जाती है मगर परिवार वालो के जिद्द करने पर जब बाडी को खोला जाता है तो शरीर के सारे अंग गायब मिलते है* *ये अभी महाराष्ट्र मे “मृत शरीर कैराना घोटाला”सामने आने से हाँस्पीटल मे हडकंप मचा हुआ है,आखिर कितने लोगो के साथ ऐसा खिलवाड़ किया गया है* *क्या डाक्टर जिन्हे भगवान का दूसरा रूप कहा जाता है वो ऐसी राक्षसों जैसी हरकत पर उतर सकते है* *ईसकी पूरी CBIजाँच करवाई जाएँ और पता लगाया जाए की ऐसे तरीकों से लोगो का मर्डर करके ईस कोरोना काल मे जो मानव अंग की तस्करी कि जा रही है,ऐसे जघन्य अपराधी राक्षस दरिंदो को कडी सजा मिलनी चाहिए* *अमित प्रजापति गुजरात* *दिल्ली क्राइम प्रेस*. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઈના ભાયંદરના ગોરાઈ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓની અંગ તસ્કરી થઈ રહી છે તેના આ ફોટો છે. આ પોસ્ટને 397 લોકોએ લાઈક કરી હતી. 2 લોકોએ પોતાના મત રજૂ કર્યો હતા. તેમજ 483 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર મુંબઈના ભાયંદરના ગોરાઈ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓની અંગ તસ્કરી થઈ રહી છે કે કેમ? એ જાણવા માટે અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને દિલ્હી ક્રાઈમ પ્રેસની વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવેલા આજ સમાચાર પ્રાપ્ત થયા હતા. પરંતુ આ સમાચારમાં
- કોઈ હોસ્પિટલનું નામ લખવામાં આવ્યું નથી
- કોઈ દર્દીનું પણ નામ લખવામાં નથી આવ્યું
આ સમાચાર લખનારા લેખકનું નામ ઓમ શુક્લા છે. ફેક્ટ ક્રેસેન્ડોએ ઓમ શુક્લાનો સંપર્ક સાધ્યો હતો જેમણે અમને કહ્યું હતું કે “આ સમાચાર તેમને વોટ્સએપ પર મોકલવામાં આવ્યા હતા જે તેમણે તેમની વેબસાઇટ પર સમાચાર તરીકે પ્રકાશિત કર્યા છે.” આ સમાચારની સત્યતા અંગે તેમના દ્વારા કોઈ નક્કર માહિતી આપવામાં આવી નથી. આ સમાચાર મુંબઈના કોઈ પણ અખબાર કે વેબસાઇટમાં પ્રકાશિત થયા ન હતા. પરંતુ દિલ્હીની વેબસાઇટ ‘દિલ્હી ક્રાઇમ પ્રેસ’ માં ઉપલબ્ધ હતા જેમાં અમને શંકા પેદા થઈ હતી.
ત્યારબાદ ફેક્ટ ક્રેસેન્ડોએ ગોરાઈ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પીઆઈ સંજીવ નારકરનો સંપર્ક સાધ્યો જેમણે અમને જણાવ્યું હતું કે, “ગોરાઇ વિસ્તારમાં ગેરકાયદેસર અંગો વેચવાનો કોઈ ધંધો ચાલતો નથી. ઘણા અઠવાડિયાથી ગોરાઈ, ભાયંદર અને મનોરીના નામે સોશિયલ મીડિયા પર આવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, જેમાં કોઈ સત્ય નથી. અમે અમારા સાયબર ક્રાઇમ વિભાગને ખોટા દાવા સાથે સામાજિક મંચો પર ચાલતી પોસ્ટ્સ મોકલી છે, જે છેતરપિંડી ફેલાવનારાઓ સામે તપાસ કરી કાર્યવાહી કરી શકશે.”
અમારી વધુ તપાસમાં અમને આ સમાચારના લેખક ઓમ શુક્લા દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પર 22 જુલાઈ, 2020 ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓએ થોડા દિવસો પહેલાં તેમના દ્વારા મહારાષ્ટ્રના આ સમાચાર ખોટા હોવાની માહિતી આપી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને ગુગલ ઉપર રિવર્સ ઇમેજના માધ્યમથી પોસ્ટમાં મૂકવામાં આવેલા ઉપરોક્ત ફોટો અમને ફેસબુક યુઝર “વર્ષા વર્મા” દ્વારા 14 જુલાઈ, 2020 ના રોજ અપલોડ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, “આજે, 18 જુલાઈ, 2020 ને શનિવારે, 43 વર્ષની વયના કોઈ અજાણી મહિલાના અંતિમસંસ્કાર કરવાની સેવા અમને પ્રાપ્ત થઈ. મહિલાને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં પોસ્ટ મોર્ટમ બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તેની ડેડબોડી કેજીએમયુ પોસ્ટમોર્ટમ હાઉસથી લાવવામાં આવી હતી અને ભૈસા કુંડ ખાતે ઇલેક્ટ્રિક મશીનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.”
ત્યારબાદ ફેક્ટ ક્રેસેન્ડોએ વર્ષા વર્માનો સંપર્ક કર્યો જેણે અમને કહ્યું કે, તે લખનઉની રહેવાસી છે અને સોશિયલ મીડિયા પર તેના ફોટોગ્રાફ્સનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે અને ગેરકાયદેસર અંગોની વેપારની વાર્તા સાથે જોડવામાં આવી છે. તે લખનઉમાં એક સામાજિક કાર્યકર છે જે એક એનજીઓ ચલાવે છે. તેની સંસ્થા લાવારિશ મૃતદેહોના અંતિમસંસ્કાર કરે છે. તેમના કહેવા મુજબ,”ફોટોગ્રાફ્સમાં દેખાઈ રહેલ લાશ એક મહિલાની હતી, જે લખનઉની સરકારી હોસ્પિટલમાં બિમારીને કારણે મૃત્યુ પામી હતી વધુમાં તે નિરાધાર હતી. મેં અને મારા સહયોગી સભ્યોએ તેના અંતિમસંસ્કાર કર્યા. આ સમાચાર પ્રકાશિત કર્યા પછી, મેં ‘દિલ્હી ક્રાઈમ પ્રેસ’ વેબસાઇટ સામે દાવો કર્યો છે કારણ કે, તેઓએ મારી છૂટ વિના આ ફોટાઓનો ઉપયોગ કર્યો છે અને એક કાલ્પનિક વાર્તા સાથે જોડીને પ્રસારિત કરવામાં આવ્યા છે.”
વર્ષા વર્માએ અમને એફઆઈઆરની એક નકલ શેર કરી હતી, જે મુજબ આ ફરિયાદ ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં દિલ્હી ક્રાઈમ પ્રેસના કથિત પત્રકાર ઓમ શુક્લા વિરુદ્ધ નોંધાઈ છે. જે તમે નીચે જોઈ શકો છો.
આ સંદર્ભમાં, તેમના દ્વારા એક વીડિયો પણ અમને મોકલવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું છે કે, “કેવી રીતે તેમની પ્રોફાઇલ પર અપલોડ કરેલા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરી ખોટો દાવો કરવામાં આવ્યો છે અને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવ્યો છે.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મુંબઈના ગોરાઈ ખાતે કોરોના દર્દીઓના અંગોની તસ્કરી કરવામાં આવી હોય એવી કોઈ જ ઘટના બની નથી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો એક સામાજીક કાર્યકરની વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે. જેમની સંસ્થા લખનઉ ખાતે લાવારિશ મૃતદેહોના અંતિમસંસ્કાર કરે છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મુંબઈના ગોરાઈ ખાતે કોરોના દર્દીઓના અંગોની તસ્કરી કરવામાં આવી હોય એવી કોઈ જ ઘટના બની નથી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો એક સામાજીક કાર્યકરની વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે. જેમની સંસ્થા લખનઉ ખાતે લાવારિશ મૃતદેહોના અંતિમસંસ્કાર કરે છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર મુંબઈમાં કોરોના વાયરસના દર્દીઓની અંગ તસ્કરી થઈ રહી છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
