શું ખરેખર બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી થયું છે આ વ્યક્તિનું મોત…? જાણો સત્ય…

False Sports આંતરરાષ્ટ્રીય I International

Jayesh Rathod  નામના ફેસબુક યુઝર દ્વારા 11 જુલાઈ, 2019 ના રોજ I Support Namo નામના એક પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એક સળગતા વ્યક્તિના ફોટો સાથે એવું લખેલું છે કે,  #बांग्लादेश में…………….न्यूजीलैंड द्वारा भारत को World cup 2019 में हराने के बाद हुई जबरदस्त खुशी में………..#शेख_मुजीबुर ने एक दावत का आयोजन करके जश्न मनाने की कोशिश की। तो गैस सिलेंडर फट गया और वो वहीं जलकर तंदूरी #मुर्ग_मुसल्लम बन गया…..। पता नहीं इसे 72 हुरें मिलेंगे भी कि नहीं..?????.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 369 લોકોએ લાઈક કરી હતી. 34 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 39 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં પોસ્ટમાં દેખાતા વ્યક્તિનું મોત થયું હોત તો તે સમાચારને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. એટલા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લઈ બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.07.13-14-01-24.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને બાંગ્લાદેશમાં આ પ્રકારે બ્લાસ્ટ થયો હોય એવા કોઈ પણ સમાચાર અમને પ્રાપ્ત થયા ન હતા. ત્યાર બાદ અમે આજ સમાચારને ગુગલમાં એગ્રેજીમાં Gas Cylinder Blast In Bangladesh Latest News સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

screenshot-www.google.com-2019.07.13-14-21-15.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં બાંગ્લાદેશની bdnews24.com નામની એક ન્યૂઝ વેબસાઈટ પર 21 ફેબ્રુઆરી, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, બાંગ્લાદેશના ઢાકાના ચોકબજારમાં 20 ફેબ્રુઆરી, 2019 ના રોજ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી એક મોટી દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં 69 થી વધુ લોકોના મોત થયા હતા. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-bdnews24.com-2019.07.13-14-32-30.png

Archive

આ ઉપરાંત આ સમાચારને લગતો એક વીડિયો અમને V6 News Telugu નામની એક ન્યૂઝ ચેનલ પર પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે પોસ્ટમાં દર્શાવેલા બંને ફોટોને ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં અમને જાણવા મળ્યું હતું કે, પ્રથમ ફોટો જે વ્યક્તિનો છે તે એક બાંગ્લાદેશી જ છે પરંતુ તે તેની ઓરેન્જ કલરની દાઢીને કારણે ફેમસ થયો છે. chantalehrhardt.com નામની વેબસાઈટ પર વર્ષ 2017 ના રોજ આ વ્યક્તિનો ફોટો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.chantalehrhardt.com-2019.07.13-14-48-52.png

Archive

જ્યારે બીજો ફોટો અમને hiveminer.com નામની વેબસાઈટ પર પ્રાપ્ત થયો હતો. આ ફોટોમાં દેખાતો સળગતો વ્યક્તિ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોવાળો વ્યક્તિ નહીં પરંતુ એક સ્ટંટમેનનો છે જે આગ સાથે આ પ્રકારના સ્ટંટ કરે છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-hiveminer.com-2019.07.13-14-55-28.png

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થયા છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતી અને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો વચ્ચે કોઈ જ સંબંધ નથી. બંને એકબીજાથી વિપરિત છે.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી સાથેની કોઈ પણ ઘટના બાંગ્લાદેશમાં તાજેતરમાં બની હોવાનું ક્યાંય સાબિત થતું નથી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી થયું છે આ માણસનું મોત…? જાણો સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False