પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 8 વર્ષ જૂના વિડિયોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે…જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં ઓસ્ટ્રેલિયાના તત્કાલિન પ્રધાનમંત્રી ટોની એબોર્ટ પણ જોવા મળે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહમાં સ્વાગત કરવામાં આવતુ હોવાનું જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યુ તેનો વિડિયો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2014ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રલિયા મુલાકાત દરમિયાનનો છે. હાલમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેવામાં આવી નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Tejas Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યુ તેનો વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ સંપૂર્ણ વિડિયો પ્રાપ્ત થયો હતો.

જે વિડિયો 18 નવેમ્બર 2014ના અપલોડ કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 નવેમ્બર, 2014ના રોજ ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં સંસદ ભવન ખાતે.

દૂરદર્શન ન્યુઝ દ્વારા પણ આ સંપૂર્ણ વિડિયોને તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ મિડિયા હાઉસ દ્વારા પણ પ્રધાનમંત્રીની આ મુલાકાત અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ ટોની એબ્બોટએ વર્ષ 2013 થી 2015 સુધી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન રહ્યા હતા. તેમજ હાલમાં એન્થોની અલ્બેનીઝ સાંસદે 23 મે 2022ના રોજ ઓસ્ટ્રેલિયાના 31મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ભ્રામક સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2014ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રલિયા મુલાકાત દરમિયાનનો છે. હાલમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેવામાં આવી નથી.

Avatar

Title:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 8 વર્ષ જૂના વિડિયોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે…જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context