કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટીંગનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ પાર્ટીના નેતાઓની મળેલી મિટીંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ નેતાઓની પાછળ રહેલા બોર્ડ પર ‘Indian National Congress Chor Group Meeting’ એવું લખેલું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસના નેતાઓની મિટીંગનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેની પાછળના લખાણમાં એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ramesh Thaker નામના ફેસબુક યુઝર દ્વારા 18 ઓગષ્ટ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અબ બેચારા બેનર વાલા પેમેન્ટ કે લીયે કોંગ્રેસ ઓફીસ કા ચક્કર કાટ લેકે હો…ઐયસા બોલ લેકો હય કી જનાબ હમરા પ્રુફ રીડર લડકા બિહાર કા હય તેજસ્વી યાદવ કા ક્લાસમેટ…કોર(core) કા સ્પેલીંગ નહીં ના માલુમ ઉસકો..અબ માફ ભી કર દો બચ્ચે કો..જનાબે આલી 🙏🥺😬😬😬😜😛😛😛.  જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતાઓની પાછળ રહેલા બોર્ડ પર ‘Indian National Congress Chor Group Meeting’ એવું લખેલું છે.

download.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને wionews.com પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર 25 મે, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. પરંતુ આ ફોટોમાં અમને ક્યાંય પણ Indian National Congress ની નીચે Chor Group Meeting એવું લખાણ જોવા મળ્યું નહતું. પોસ્ટમાં મૂકવામાં આવેલો કોંગ્રેસના નેતાઓની મિટીંગનો ફોટો વર્ષ 2019 માં મળેલી કોંગ્રેસની વર્કિંગ કમિટીની મિટીંગનો છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે તે એડિટ કરેલો છે.

screenshot-www.wionews.com-2021.08.23-22_13_05.png

Archive

આજ ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. indiatoday.in | thewire.in

અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો સાથેના અન્ય એક વીડિયો સમાચાર Republic World દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Archive

નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

Copy of Copy of Copy of Copy of Copy of Copy of Copy of Horizontal Image Comparison.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસના નેતાઓની મિટીંગનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેની પાછળના લખાણમાં એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટીંગનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ….

Fact Check By: Vikas Vyas 

Result: False