
Pagal Gujju નામના એક ફેસબુક પેજ દ્વારા તારીખ 26 મે 2019ના રોજ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં એવું લખ્યું હતું કે, માત્ર ૪૮ કલાકમાં જ મટી જશે ભયંકર કેન્સર, ડોક્ટરએ શોધ્યો ઉપાય. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટ પર 175 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 213 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, માત્ર 48 કલાકમાં જ મટી જશે ભયંકર કેન્સર, ડોક્ટરોએ શોધ્યો ઉપાય.

સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ જો આ પ્રકારે કેન્સરનો રોગ નાબુદ થઈ શકતો હોય તો ગુજરાતી વેબસાઈટ સિવાય અન્ય વેબસાઈટ પર પણ ક્યાંક ને ક્યાંક તો આ અંગે પોતાના મંતવ્ય આપવામાં આવ્યા જ હોય. તેથી અમે સૌપ્રથમ ગૂગલ પર क्या सही में 48 घंटे में मिट शकता है केन्सर? લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની વિગતો પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે યુટ્યુબનો સહારો લીધો હતો અને ત્યાં પણ અમે क्या सही में 48 घंटे में मिट शकता है केन्सर? લખતા અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં દાવા અંગે કોઈ ઠોસ પરિણામ ન મળતાં અમે અમારી તપાસને આગળ વધારી હતી. ત્યાર બાદ અમે કેલિફોર્નિયા યુનિવર્સિટીની વેબસાઈટ પર તપાસ હાથ ધરી હતી. પરંતુ અમને આ વાતને સમર્થન કરતી કોઈ પણ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ડૉ. હર્દિન.બી.જોન્સે કેન્સર પર શોધ કરી હતી પરંતુ તેમણે 1978 સુધી જ યુનિવર્સિટીમાં શોધકાર્ય કર્યું હતું. નીચેની લિંકમાં તમે ડૉ.હર્દીન.બી.જોન્સ વિશે વધુ જાણકારી મેળવી શકો છો.
ભોપાલની ખાનગી હોસ્પિટલના એક નિષ્ણાત ડૉ.નજીમ અલીએ કહ્યું છે કે, સત્યતા એ છે કે, દ્રાક્ષમાં ખૂબ જ માત્રામાં કેલેરી, ફાઈબર, વિટામીન સી અને વિટામીન ડી હોય છે. તેમજ ગ્લુકોઝ, મેગ્નેશિયમ, સાયટ્રિક એસિડ જેવા તત્વો પણ હોય છે. જેના સેવનથી તમે કેન્સર, કિડની અને પિળીયાની બીમારીથી રાહત મેળવી શકો છો. દ્રાક્ષ ખાદ્ય પદાર્થોમાં રહેલી જેએનકે કેન્સર કોષિકાઓને 76 ટકા ખતમ કરી નાંખે છે. નિષ્ણાતોના મત મુજબ દ્રાક્ષનું નિયમિત સેવન કરવાથી કેન્સર જેવા રોગમાં 48 કલાકમાં સકારાત્મક અસર જોવા મળે છે. પત્રિકા નામની વેબસાઈટ પર પણ તમે નિષ્ણાતોનો મત જોઈ શકો છો.
વધુમાં તમે નીચેની લિંક પર ક્લિક કરીને અમારી હિન્દી વેબસાઈટ પર પણ આ દાવાની સત્યાતા જાણી શકો છો.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, હજુ સુધી કેન્સરને 48 કલાકમાં જ નાબુદ કરી શકે એવી કોઈ દવા, ઔષધી, કે કોઈ ઉપચાર શોધાયો જ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર 48 કલાકમાં જ મટી જશે કેન્સર….? જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
