જાણો ભારત-પાકિસ્તાન મેચ બાદ પાકિસ્તાન હારતાં તોડવામાં આવી રહેલા ટીવીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત દ્વારા પાકિસ્તાનને હરાવવામાં આવ્યું તેના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ ટીવી તોડી રહેલા એક વ્યક્તિનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત દ્વારા પાકિસ્તાનને હરાવવામાં આવતાં પાકિસ્તાનમાં ટીવી તોડવામાં આવ્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં એક વ્યક્તિ દ્વારા ટીવી તોડવાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ જૂનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પરલોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 13 ઓક્ટોમ્બર, 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પાકિસ્તાન થી ટીવી ફોડવા ના રુજાન આવવાં મંડ્યા લગેરહો . પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તાજેતરમાં ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત દ્વારા પાકિસ્તાનને હરાવવામાં આવતાં પાકિસ્તાનમાં ટીવી તોડવામાં આવ્યું તેનો આ ફોટો છે.
Facebook Post | Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર bbc.com દ્વારા 6 ફેબ્રુઆરી, 2019 ના રોજ તેના પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, યુટ્યુબર અને માર્સિલેના પ્રશંસક મોહમ્મદ હેનીએ બીબીસી વર્લ્ડ સર્વિસને જણાવ્યું કે, જ્યારે તેમની ફૂટબોલ ટીમ હારી જાય છે ત્યારે તે લોકોને ખુશ કરવા માટે ટીવી તોડી નાખે છે.
આજ ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ravennatoday.it | seoul.co.kr
પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેની ટ્વિટ બીબીસી સ્પોર્ટ દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર પર 6 ફેબ્રુઆરી, 2019 ના દિવસે કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણોસાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એક વ્યક્તિ દ્વારા ટીવી તોડવાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ જૂનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પરલોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:જાણો ભારત-પાકિસ્તાન મેચ બાદ પાકિસ્તાન હારતાં તોડવામાં આવી રહેલા ટીવીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય....
Written By: Vikas VyasResult: False