भारतीय सैनिक નામના ફેસબુક યુઝર દ્વારા 27 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “राजस्थान के तपते रेगिस्तान में पहरा देती भारतीय जवान जय हिंद” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3100 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 475 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 1300 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતી સેનામાં નિયુક્ત એક મહિલા સૈનિકની આ ફોટો છે.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી, ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોમાં મહિલાએ જે વર્દી પહેરી છે. તે ભારતીય સેનાની ન હોવાની અમને શંકા થતા અમે શેર કરવામાં આવેલી ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધવાનો પ્રયત્ન કરતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને એક ટ્વિટ મળ્યુ હતુ, જેમાં ‘Allison Barrie’ નામના એક યુઝર દ્વારા તેના ટ્વિટમાં ઉપરોક્ત પોસ્ટને શેર કરવામાં આવી હતી, પરંતુ તે ટ્વિટમાં BBC દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારની લિંક પણ મુકવામાં આવી હતી. જે ટ્વિટમાં લખવામાં આવ્યુ હતુ કે, ‘Fighter+ leader Asia RamazanAntar 'Angelina Jolie,' killed fighting Islamic extremists’

શુદ્ધ ગુજરાતીમાં અનુવાદ : “લડાકુ+ નેતા એશિયા રમજાન અંતાર ‘એન્જલિના જોલી’ ઇસ્લામિક ચરમપંથિયોથી લડતી વેળાએ મરી ગઈ.”

ARCHIVE

‘BBC’ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારને વાંચતા અમને જાણવા મળ્યુ હતુ કે, ઉપરોક્ત પોસ્ટમાં જે ફોટો શેર કરવામાં આવ્યો છે, તે કોઈ ભારતીય સેનાની સૈનિક નહીં, પરંતુ એશિયા રમજાન અંતાર નામની એક કુર્દિશ મહિલા હતી, 19 વર્ષની ઉંમરે એશિયા રમજાન અંતારનું ઓગસ્ટ 2016ના ઉતર સીરિયામાં આંતકવાદિયોના (IS Militants) હાથે મોત થયુ હતુ. એશિયા YPG(YekîneyênParastina Gel) એટલે કે People’s Protection Unitsની મેમ્બર હતી. સમગ્ર સમાચાર વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

BBCNews | ArchivedLink

આ સિવાય અને ‘The Times’ દ્વારા 1 સપ્ટેમ્બર 2016ના પ્રસારિત કરવામાં આવેલા સમાચાર મળ્યા હતા, જેમ પણ એશિયાને મારી નાખવાના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

ThetimesPost | ArchivedLink

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્ચુ હતુ કે, ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલો ફોટો ભારતિય સેનાની મહિલા સૈનિકનો નહિં પરંતુ એશિયા રમજાન અંતાર નામની એત 19 વર્ષની કુર્દિશ મહિલાનો ફોટો છે. જે હાલ આ દુનિયામાં નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો ફોટો ભારતિય સેનાની મહિલા સૈનિકનો નહિં પરંતુ એશિયા રમજાન અંતાર નામની એત 19 વર્ષની કુર્દિશ મહિલાનો ફોટો છે. જે હાલ આ દુનિયામાં નથી.

Avatar

Title:શું ખરેખર રાજસ્થાનમાં તૈનાત ભારતીય મહિલા સૈનિકનો ફોટો છે....? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False