શું ખરેખર બરાક ઓબામા કરી રહ્યા છે પ્રાઈવેટ નોકરી…? જાણો સત્ય…

આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

સારા સુવિચાર નામના એક ફેસબુક પેજ દ્વારા 1 જૂન 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ફોટો સાથે એવું લખ્યું હતું કે, મહાસત્તાના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા બરાક ઓબામા આજે પ્રાઈવેટ નોકરી કરે છે. અને આપણે ત્યાં ઘણા એવા લોકો છે જે સરપંચ બને તો પણ તેની 3 પેઢીને નોકરી કરવાની જરૂર નથી પડતી!!!  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 118 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 2 લોકો દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી.. તેમજ 58 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી હતી.

Face book | Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લેતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.  

screenshot-www.google.com-2019.06.04-06-32-27.png

Google | Archive

ઉપરના પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું કે, બરાક ઓબામાનો આ ફોટો 13 ઓગષ્ટ, 2013 ના રોજનો છે. અને ત્યારે બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. અમારી વધુ તપાસમાં અમને જાણવામળ્યું કે, બરાક ઓબામા જ્યારે પોતતાના પરિવાર સાથે રજાઓ માણતા હતા તે સમયે માર્થાદીપની નૈંસી હોટલમાં ઓર્ડર આપતા સમયનો આ ફોટો છે. અમેરિકાની એક સમાચાર ચેનલ CBS DC દ્વારા પણ આ ફોટોને દર્શાવવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ આર્ટિકલ તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

CBS DC | Archive

અમારી વધુ તપાસમાં અમને ‘The Week’ દ્વારા 16 જુલાઈ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, 2017 માં વ્હાઈટ હાઉસ છોડ્યા પછી ઓબામા દંપતિ સાર્વજનિક જીવનથી થોડાક અંશે થોડા દૂર થયા છે. તેઓ કોઈક વાર સાર્વજનિક રીતે નજરે પડે છે. અને ટ્વિટ પણ કરે છે. પરંતુ તેઓ આ સપ્તાહમાં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેરમાં નેલ્સન મંડેલાની સ્મૃતિમાં રાખવામાં આવેલા એક પરિસંવાદમાં ભાગ લેવાના છે, જેના કારણે તેઓ ફરી ચર્ચામાં આવવાની સંભાવના છે.

https://lh5.googleusercontent.com/YtBk5vAI4sC-uUNavDJGS1sn0KLUP2s7pFp3KVDwjM3hSCvqnYlEPn_1GBH26MY0LEKjAkdtT9QNTM1ak-ZL51494Kmt4pkC8ieyDX_W3s8dmB15VksLYLn4o9oRcwj20Uy9nxWai_JJga45WQ

ARCHIVE THE WEEK

વધુ તપાસમાં અમને ‘The Sun’ દ્વારા 21 મે, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ઓબામા દંપતિએ ‘Netflix’ ની સાછે ફિલ્મ અને સિરિયલ બનાવવા માટે એક કરાર કર્યો છે. ‘The Sun’  દ્વારા 24 ઓક્ટોબર, 2018 ના રોજ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં ઓબામા દંપતિના રિટાયર્મેન્ટ પ્લાન વિશે જણાવવામાં આવ્યું હતું. તે આ સમાચારને આ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.

https://lh6.googleusercontent.com/7R1RD7diuj1AHD2lmXddoYmcJcu3Jw-EKB7JcbWwQkESNqQWOgCTPdal5RrX2Zfl8f8Y0K8zaaYqRGSzVxl9zh6UO4A24y3jAXj8oGSGWBFcbLI8bbSYzTBKJJV0LYsmogbWH2Vq2RQZ44LQiw

ARCHIVE SUN | ARCHIVE NEWS

‘Netflix’ એ 21 મે, 2018 ના રોજ ટ્વિટ કરીને ઓબામા દંપતિ સાથે થયેલા કરારની જાણકારી આપી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

https://pbs.twimg.com/profile_images/1089957236221329409/rsMZ82D3_normal.jpg

Netflix US

✔@netflix

President Barack Obama and Michelle Obama have entered into a multi-year agreement to produce films and series for Netflix, potentially including scripted series, unscripted series, docu-series, documentaries, and features.

316K

9:00 AM – May 21, 2018

Twitter Ads info and privacy

74.5K people are talking about this

ARCHIVE TWEET

તમામ સંશોધન બાદ અમને એ જાણવા મળ્યું કે, ‘Spotify’ નામની એક મ્યુઝિક કંપની દ્વારા ઓબામાને ‘president of playlists’ ની જોબની ઓફર કરવામાં આવી હતી. ‘BBC’ દ્વારા 10જાન્યુઆરી, 2017 ના રોજ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. પરંતુ આ બધુ એખ મજાક હતી. ઓબામાએ મજાક એવું કહ્યું હતું કે, તેઓ Spotify તરફથી જોબ ઓફરની રાહ જુએ છે. Spotify ના સીઈઓ દ્વારા તરત જ જવાબ આપતાં તેમને જોબ ઓફર કરવામાં આવી હતી. પરંતુ એ પણ એક મજાક જ હતી.

https://lh3.googleusercontent.com/GPHZzUauPc4x2mAv0FbNFgMXtcs_1IEG_mT6G4xoEZA_Z9lrGfaO28hecSNCX2au5lOpUmh4pOD64M15F2vV90O115vT67_fu1rMK4QSYl3pBOGPa6h2aAlgxZ_vnhIjXc4Tk-HVgSwdKpO3oQ

ARCHIVE BBC

આ મજાકને કારણે જ એવી અફવા ફેલાઈ ગઈ કે, બરાક ઓબામા પ્રાઈવેટ જોબ કરે છે. ત્યાર બાદ અમે ઓબામાના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટની માહિતીની પણ તપાસ કરી હતી. તેઓએ સમયાતરે પોસ્ટ કરી હતી અને ટ્વિટ પણ કર્યા હતા. એના પરથી એ સાબિ થાય છે કે, તેઓ સાર્વજનિક જીવનમાં સક્રિય છે. તેઓ પોતાના ઓબામા ફાઉન્ડેશન માટે પણ સમય નીકાળી રહ્યા છે. પરંતુ હલમાં તેઓ કોઈ પણ પ્રકારની પ્રાઈવેટ નોકરી કરતા નથી.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, ઓબામા હાલમાં કોઈ પણ પ્રકારની પ્રાઈવેટ નોકરી કરતા નથી. તેઓ પોતાના નિર્ધારિત પ્લાનિંગ પ્રમાણે પોતાના સાર્વજનિક જીવનમાં વ્યસ્ત છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર બરાક ઓબામા કરી રહ્યા છે પ્રાઈવેટ નોકરી…? જાણો સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False