શું ખરેખર ઓક્સિજન ન મળતા બીજેપી કાર્યકરો દ્વારા ઓફિસમાં તોડફોડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપાનો ધ્વજ હાથમાં લઈ કેટલાક લોકો જોવા મળે છે. બાદમાં તેઓ દ્વારા ભાજપાની ઓફિસની અંદર ઘુસી અને તોડફોડ કરવામાં આવી રહી છે. જેમાં તેઓ ટેબલ, ખુરશી, પાણીના જગ, બેનર તમામ વસ્તુને નુકશાન પહોચાડતા જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા કાર્યકરોને ઓક્સિજન ન મળતા ગુસ્સે ભરાયા અને ભાજપાની પાર્ટી ઓફિસમાં તોડફોડ કરી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો બંગાળમાં બીજેપી ઉમેદવારને ટિકિટ ન મળતા તેને પાર્ટી ઓફિસમાં કરેલી તોડફોડનો વિડિયો છે. ઓક્સિજન ન મળતા તોડફોડ કરવામાં આવી તે વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dhanji Patidar Unjha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપા કાર્યકરોને ઓક્સિજન ન મળતા ગુસ્સે ભરાયા અને ભાજપાની પાર્ટી ઓફિસમાં તોડફોડ કરી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ડિજિટલ બાંગ્લાનો 19 માર્ચ 2021નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ઉમેદવારીને લઈ ગુસ્સે ભરાયેલા ભાજપાના કાર્યકરોએ ઓફિસમાં તોડફોડ કરી હતી.”  

Archive

તેમજ અમારી પડતાલને અમે આગળ વધારી હતી દરમિયાન અમને એબીપી બંગાળીનો તારીખ 23 માર્ચ 2021નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વિડિયોનોસ્ક્રિન શોટ શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વિડિયોમાંની મહિલા સાગરિકા સરકાર છે, જે જિલ્લા પરિષદના સભ્ય છે અને માલદાની ભાજપ નેતા છે. વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ટિકિટ વિતરણ અંગે અસંતોષ, તેમણે માર્ચમાં ગાઝોલમાં પાર્ટી બ્લોક ઓફિસમાં તોડફોડ કરી હતી.

વાયરલ થયેલા વિડિયોમાં સાગરિકા સહિતના જે લોકો જોવા મળે છે, તેમણે ભાજપના માલદા જિલ્લા પ્રમુખ સામે પણ વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિક સમાચાર વેબસાઇટ “WTV NEWS” દ્વારા ફેસબુક પર તેનો વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ ઈટીવીભારતનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ભાજપના જિલ્લા પ્રમુખ ગોવિંદાચંદ્ર મંડલના હવાલાથી જણવવામાં આવ્યુ હતુ કે, સાગરિકાએ ગાઝોલ વિધાનસભા બેઠક માટે ઉમેદવારીની અરજી રજૂ કરી હતી, જેને પાર્ટીએ નકારી કાઢી હતી. ગુસ્સેભરાયેલ સાગરિકા અને તેના સમર્થકોના જૂથે ત્યારબાદ ગાઝોલમાં પાર્ટી ઓફિસમાં તોડફોડ કરી હતી. પાછળથી ભાજપ જિલ્લા એકમ દ્વારા તેમને આ કૃત્ય બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.” અને સસ્પેન્ડ કરાયાના 24 કલાકમાં સાગરિકા ટીએમસીમાં જોડાયા હતા.

ETV Bharat | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો બંગાળમાં બીજેપી ઉમેદવારને ટિકિટ ન મળતા તેને પાર્ટી ઓફિસમાં કરેલી તોડફોડનો વિડિયો છે. ઓક્સિજન ન મળતા તોડફોડ કરવામાં આવી તે વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર ઓક્સિજન ન મળતા બીજેપી કાર્યકરો દ્વારા ઓફિસમાં તોડફોડ કરવામાં આવી…?

Fact Check By: Yogesh Karia 

Result: False