શું ખરેખર સાઉદી અરેબિયાથી આવેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં ભારતમાં કોરોના મહામારીએ આતંક મચાવ્યો છે ત્યારે વિશ્વના ઘણા બધા દેશો ભારતની મદદે આવ્યા છે. ત્યારે સાઉદી અરેબિયાએ પણ ભારતને 80 મેટ્રિક ટન ઓક્સિજન ગેસ મોકલ્યો હતો. સોશિયલ મીડિયા પર પોલીસ આજ પ્રકારે ઓક્સિજનના ટેન્કર લઈ જઈ રહેલી એક ટ્રેનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાઉદી અરેબિયાથી જે ઓક્સિજન ભારતને મોકલવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ ભારતની જ ઓક્સિજન ટ્રેનનો છે. જેમાં 7 ઓક્સિજનના ખાલી ટેન્કર સાથેની ટ્રેન મહારાષ્ટ્રના કલામબોલીથી વિશાખાપટ્ટનમ જવા રવાના થઈ હતી તેનો આ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Makrani Asfak નામના ફેસબુક યુઝર દ્વારા 26 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સાઉદી અરેબિયા થી ઓક્સિજન આયુ .....Humanity is supreme.... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાઉદી અરેબિયાથી જે ઓક્સિજન ભારતને મોકલવામાં આવ્યો તેનો આ વીડિયો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને NDTV દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 20 એપ્રિલ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, સૌપ્રથમ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન 7 ખાલી ટેન્કર સાથે મહારાષ્ટ્રથી વિશાખાપટ્ટનમ જવા માટે રવાના.
આજ વીડિયો સાથેના સમાચાર હિન્દુસ્તાન ટાઈમ્સના સત્તાવાર યુટ્યુબ પર પણ તમે જોઈ શકો છો.
આજ માહિતી અને વીડિયો સાથેના સમાચાર news18.com દ્વારા 22 એપ્રિલ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
વધુમાં અમને ભારતના રેલવે મંત્રી પિયુષ ગોયલ દ્વારા પણ આજ વીડિયો અને માહિતી સાથેની ટ્વિટ 19 એપ્રિલ, 2021 ના રોજ કરવામાં આવી હતી.
વધુમાં સેન્ટ્રલ રેલવે દ્વારા પણ આજ વીડિયો અને માહિતી સાથેની ટ્વિટ કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ ભારતની જ ઓક્સિજન ટ્રેનનો છે. જેમાં 7 ઓક્સિજનના ખાલી ટેન્કર સાથેની ટ્રેન મહારાષ્ટ્રના કલામબોલીથી વિશાખાપટ્ટનમ જવા રવાના થઈ હતી તેનો આ વીડિયો છે.
Title:શું ખરેખર સાઉદી અરેબિયાથી આવેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context