શું ખરેખર આજતકના પત્રકાર રોહિત સરદાનાનો આ અંતિમ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કોરોના અંગે પોતાના મંતવ્યો જણાવી રહ્યા છે. અને હાલની હોસ્પિટલની પરિસ્થિતિ પર પણ કટાક્ષ કરી રહ્યા છે. આ વ્યક્તિના વિડિયોને શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આજતક ન્યુઝ ચેનલના પત્રકાર રોહિત સરદાનાનો આ અંતિમ વિડિયો છે. જેમાં તેમએ સરકાર વિરૂધ્ધમાં કટાક્ષ કર્યો છે.

ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.  

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bharatbhai Hirpara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આજતક ન્યુઝ ચેનલના પત્રકાર રોહિત સરદાનાનો આ અંતિમ વિડિયો છે. જેમાં તેમએ સરકાર વિરૂધ્ધમાં કટાક્ષ કર્યો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનું નિરિક્ષણ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયોમાં Do Bol નામની ચેનલનો લોગો હતો. 

જે ક્લુના આધારે અમે સર્ચ કરતા અમને યુટ્યુબ પર Do Bol નામની ચેનલ પ્રાપ્ત થઈ હતી. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “મૃત્યુના મોં માંથી નીકળેલા પત્રકાર નવીન કુમારે રડતા-રડતા દેશ પ્રત્યેનું પોતાના દર્દનું વર્ણન કર્યુ.

Archive

તેમજ અમારી પડતાલને આગળ વધારતા અમને જાણવા મળ્યુ કે, નવીન કુમાર પોતાની આર્ટિકલ19 ઈન્ડિયા કરીને એક ચેનલ ચલાવે છે. 26 એપ્રિલ 2021ના તેમણે સૂંપર્ણ વિડિયો તેમના ફેસબુક પેજ પર અપલોડ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “ડો.મનિશ જાંગરા RMLHના ફાઉન્ડર FIMA ડોક્ટર્સ એસોસિએશન અને ડો.સોનુ કુમાર ભારદ્વાજ LHMC સાથે ભારતની આરોગ્યની સ્થિતિ અને હોસ્પિટલોમાં VIP સંસ્કૃતિ વિશેની વાતચીત.” આ સંપૂર્ણ વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

Archive

તેમજ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે આર્ટિકલ19 ઈન્ડિયાના એડિટરનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હાલ તેઓની તબિયત નાંદુરસ્ત હોવાના કારણે તેઓ આઈસીયુમાં દાખલ છે. પરંતુ આ વિડિયો તેમનો જ છે.” 

ત્યારબાદ અમે ઈન્ડિયા ટૂડેના સંવાદદાતાનો સંપર્ક સાધ્યો હતો. ત્યાંથી પણ અમને જાણવા મળ્યુ હતુ કે, “આ વિડિયોમાં દેખાતી વ્યક્તિ રોહિત સરદાના નથી. રોહિત સરદાના હોવાની વાત તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આજતકના પત્રકાર રોહિત સરદાનાનો નહિં પરંતુ આર્ટિકલ19 ઈન્ડિયા નામની ચેનલના એડિટર નવીન કુમારનો વિડિયો છે.

Avatar

Title:શું ખરેખર આજતકના પત્રકાર રોહિત સરદાનાનો આ અંતિમ વિડિયો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False