શું ખરેખર સુડાનમાં ફ્રાંસની એમ્બેસીને આગ લગાડી દેવામાં આવી…? જાણો શું છે સત્ય

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં એક ટોળુ એક બિલ્ડિંગને આગના હવાલે કરી રહ્યુ છે, તેમજ સ્થાનિક તંત્ર દ્વારા તેમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ સાથે માહિતી આપવામાં આવી રહી છે કે, સુડાનમાં ફ્રાંસની એમ્બેસીને મુસ્લિમો દ્વારા આગ લગાડવામાં આવી તેનો વિડિયો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુડાનમાં ફ્રાંસ એમ્બેસીનો નથી, પરંતુ વર્ષ 2012માં જર્મનીની એમ્બેસી પર કરવામાં આવેલા હુમલાનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sohil Ghanchi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુડાનમાં ફ્રાંસની એમ્બેસીને મુસ્લિમો દ્વારા આગ લગાડવામાં આવી તેનો વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને CNN ન્યુઝનો 2012નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સુડાનમાં જર્મન એમ્બેસી પર પ્રદર્શનકારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો.” જે વિડિયોમાં તમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયોમાંના દ્રશ્યો જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ SudaneseOnline ન્યુઝ દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે પણ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

તેમજ વધુ સર્ચ કરતા વિશ્વના ઘણી પ્રતિષ્ઠિત સમાચાર એજન્સીઓ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે માનાં DW.COM અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, બ્રિટિશ અને જર્મન એમ્બેસીમાં તોડ-ફોડ કરી રહેલા 5 હજાર પ્રદર્શનકારીઓને રોકવા શુક્રવારે સુડાન પોલીસે ટીઆર ગેસનો ઉપયોગ કર્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો. 

dw.com | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સુડાનમાં ફ્રાંસ એમ્બેસીનો નથી, પરંતુ વર્ષ 2012માં જર્મનીની એમ્બેસી પર કરવામાં આવેલા હુમલાનો છે.

Avatar

Title:શું ખરેખર સુડાનમાં ફ્રાંસની એમ્બેસીને આગ લગાડી દેવામાં આવી…? જાણો શું છે સત્ય

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •