જશોદાબેન મોદીના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટ વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે. વધુમાં જશોદાબેન મોદીનું ટ્વિટર પર કોઈ જ સત્તાવાર એકાઉન્ટ ન હોવાનું તેઓએ જણાવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 6 માર્ચ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, યે હે પરિવાર ઓર પરિવર્તન. ફોટોમાં રહેલી ટ્વિટના લખાણમાં એવો દાવો કરવામાં આ રહ્યો છે કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ જશોદાબેન મોદી દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

અમારી વધુ તપાસમાં અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદીના જે ટ્વિટર પરથી ટ્વિટ કરવામાં આવ્યું હતું એ ખરેખર સત્ય છે કે કેમ? પરંતુ પોસ્ટમાં જે એકાઉન્ટ પરની ટ્વિટ મૂકવામાં આવી છે એ @JshodabenModi નામનું ટ્વિટર એકાઉન્ટ એ જશોદાબેન મોદીનું ઓરિજીનલ નહીં પરંતુ ફેક એટલે કે પેરોડી ટ્વિટર એકાઉન્ટ છે. જેને ટ્વિટર પરથી બંધ પણ કરી દેવામાં આવ્યું છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમે ટ્વિટર પર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદીનું કોઈ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ છે કે કેમ? એ સર્ચ કરતાં અમને જશોદાબેન મોદીનું કોઈ જ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ અમને પ્રાપ્ત થયું નહતું. પરંતુ અમને આ નામના અન્ય ઘણા બધા ફેક ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયા હતા. 

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધો જ સંપર્ક જશોદાબેન મોદીનો કરતાં તેઓએ અમને એ જણાવ્યું હતું કે, “તેમનું કોઈ જ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ નથી. તેમના નામે ઘણી બધી વાર સોશિયલ મીડિયા પર આ પ્રકારે ખોટી માહિતી વાયરલ થતી હોય છે તો લોકોને તેના પર વિશ્વાસ ન મૂકવાનું પણ તેઓએ જણાવ્યું હતું.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે. વધુમાં જશોદાબેન મોદીનું ટ્વિટર પર કોઈ જ સત્તાવાર એકાઉન્ટ ન હોવાનું તેઓએ જણાવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

Avatar

Title:જશોદાબેન મોદીના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટ વાયરલ… જાણો શું છે સત્ય….

Written By: Vikas Vyas 

Result: False