હાલ સોશિયલ મિડિયામાં એક 40 સેકેન્ડનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનની સાસંદનો વિડિયો છે. એક ન્યુઝ ચેનલના બુલેટિયનનો આ વિડિયો છે. જેમાં એક સભ્ય બોલવા જઈ રહ્યા છે ત્યારે અન્ય સભ્યો દ્વારા મોદી-મોદીના નારા લગવવામાં આવતા હોવાનું સંભળાઈ રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાનની સાંસદમાં મોદી-મોદીના નારા લગાવવામાં આવ્યા. .

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પાકિસ્તાનની સાંસદમાં વિપક્ષ દ્વારા મોદી-મોદીના નહિં પરંતુ વોટિંગ-વોટિંગના નારા લગાવવામાં આવ્યા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Virag Mukeshbhai Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનની સાંસદમાં વિરોધ પક્ષ દ્વારા મોદી-મોદીના નારા લગાવવામાં આવ્યા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Dunya News નામની યુટ્યુબ ચેનલ પર પાકિસ્તાન સાંસદમાં કરવામાં આવેલુ આ ભાષણ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “શાહ મેહબુબ ખુરેશી દ્વારા નેશનલ એસમ્બલીમાં તારીખ 26 ઓક્ટોબર 2020ના ભાષણ આપવામાં આવ્યુ હતુ.” જેમાં શરૂઆતમાં જ સ્પષ્ટ સંભળાઈ રહ્યુ છે કે, સાંસદમાં મોદી-મોદી નહિં પરંતુ વોટિંગ-વોટિંગના નારા લગાવવામાં આવ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

Express News દ્વારા પણ આ અંગેનો વિડિયો તેમની ઓફિશિયલ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ સ્પષ્ટ સાંભળી શકાય છે કે, તેઓ મોદી-મોદી નહિં પરંતુ વોટિંગ-વોટિંગના નારા લગાવી રહ્યા છે.

Archive

તેમજ પાકિસ્તાનના પ્રતિષ્ઠિત ન્યુઝ પેપર ડોન દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ તેઓએ જણાવ્યુ હતુ કે, વિપક્ષ દ્વારા વોટિંગ-વોટિંગના નારા લગાવવામાં આવ્યા હતા.

Dawn.com | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પાકિસ્તાન સાંસદમાં વિપક્ષ દ્વારા મોદી-મોદીના નહિં પરંતુ વોટિંગ-વોટિંગના નારા લગાવવામાં આવ્યા હતા.

Avatar

Title:શું ખરેખર પાકિસ્તાન સાંસદમાં “મોદી-મોદી” ના નારા લાગ્યા...? જાણો શું છે સત્ય....

Fact Check By: Yogesh Karia

Result: False