તાજેતરમાં સોશિયલ મીડિયા પર જુદા-જુદા પર્યટન સ્થળોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો કૈલાશ માનસરોવરનો છે અને 18600 ફૂટની ઊંચાઈ પર લેવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કૈલાશ માનસરોવરનો નહીં પરંતુ ચીનના જુદા-જુદા પર્યટન સ્થળોનો છે. આ વીડિયોને કૈલાશ માનસરોવર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Naresh Mistry નામના ફેસબુક યુઝર દ્વારા 5 જુલાઈ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ સ્થળ છે કૈલાશ માનસરોવર જે 18600 ફૂટની ઉંચાઈ પર છે.આ તિબેટ બોર્ડરનું ખૂબ જ સુંદર દ્રશ્ય છે.આ દ્રશ્ય અસલ છે અને આ દ્રશ્ય બપોરે 3:00 વાગ્યાનું છે.કૃપા કરીને આ જુઓ *ડિલીટ કરશો નહીં, તમારા બધા સંપર્કો સાથે શેર કરો* *માનસરોવરનું આ દ્રશ્ય, 18600 ફીટ ઉંચી @ તિબેટ બોર્ડર બપોરે 3 વાગ્યે લેવામાં આવ્યું*.....હોબી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો કૈલાશ માનસરોવરનો છે અને 18600 ફૂટની ઊંચાઈ પર લેવામાં આવ્યો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોમાંથી કેટલાક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના સહારાથી સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, ઉપરોક્ત વીડિયોમાં દેખાઈ રહેલી મોટા ભાગની જગ્યાઓ ચીનમાં આવેલી છે. જેની વિગતવાર માહિતી તમે નીચે જોઈ શકો છો.

પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં સૌપ્રથમ તમે જોઈ શકો છો કે, કેટલાક ઝરણાં દેખાઈ રહ્યા છે. જેને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ચીનની એક સત્તાવાર યુટ્યુબ મીડિયા ચેનલ People’s Daily, China દ્વારા 6 ઓગષ્ટ, 2018 ના રોજ અપલોડ કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોના દ્રશ્યો પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ જગ્યા ચીનના યુનાન સ્થિત બ્લૂ મૂન વેલી છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત વીડિયોમાં 16 સેકન્ડ પર એક વોટરફોલ દેખાઈ રહ્યો છે તો તેને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયો China Daily દ્વારા તેના સત્તાવાર ફેસબુક પેજ પર 10 એપ્રિલ, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ચીનના લિંગશનના લુઓજી પર્વત ખાતે આવેલા વોટરફોલનો આ વીડિયો છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત વીડિયોમાં 26 સેકન્ડ પર એક ઝરણું દેખાઈ રહ્યું છે. તેને પણ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં

People’s Daily, China દ્વારા આજ વીડિયો 26 જાન્યુઆરી, 2019 ના રોજ તેના સત્તાવાર ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ચીનના યુનાન સ્થિત કનમિંગ વોટરફોલનો છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત વીડિયોમાં 36 સેકન્ડ પર પર્વત પરથી નીચે પડી રહેલું એક ઝરણું દેખાઈ રહ્યું છે. તેને પણ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં People’s Daily, China દ્વારા 24 સપ્ટેમ્બર, 2021 ના રોજ અપલોડ કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોના દ્રશ્યો પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ જગ્યા ચીનના ગુઈઝહોઉ સ્થિત ડ્રેગન વોટરફોલ છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત વીડિયોમાં 46 સેકન્ડ પર એક સરોવર જેવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. તેને પણ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં Mangga Travel દ્વારા 27 મે, 2020 ના રોજ તેના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોના દ્રશ્યો પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ જગ્યા ચીનના યુનાન સ્થિત ડાલીના ઈરહાઈ લેકની છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત વીડિયોમાં 1.06 મિનિટ પર છત્રી લઈને જઈ રહેલ એક વ્યક્તિ નજરે પડી રહ્યું છે. તેને પણ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં debeste.de નામની વેબસાઈટ દ્વારા અપલોડ કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોના દ્રશ્યો પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ચીનની જાંગજીઆજી નામની એક જગ્યા છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત વીડિયોમાં 1.12 મિનિટ પર એક વોટરફોલ નજરે પડી રહ્યો છે. તેને પણ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં William Huang નામના યુટ્યુબ યુઝર દ્વારા અપલોડ કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોના દ્રશ્યો પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ચીનના હુઆંગુઓશુ વોટરફોલ નામની એક જગ્યા છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત વીડિયોમાં 1.34 મિનિટ પર એક ઝરણું દેખાઈ રહ્યું છે. તેને પણ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં

People’s Daily, China આજ વીડિયો 3 મે, 2019 ના રોજ તેના સત્તાવાર ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ચીનના જીન્હુ ફોરેસ્ટ પાર્કનો છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત વીડિયોમાં 1.40 મિનિટ પર એક નદી કે સરોવરમાં કેટલાક લોકો છત્રી સાથે ફરતાં દેખાઈ રહ્યાં છે. તેને પણ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં People’s Daily, China દ્વારા 11 મે, 2022 ના રોજ અપલોડ કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોના દ્રશ્યો પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ જગ્યા ચીનના ગુઆંગક્સી સ્થિત બંબુ રાફ્ટની છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત વીડિયોમાં 2.30 મિનિટ પર એક વોટરફોલ દેખાઈ રહ્યો છે. તેને પણ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં TourOffer USA દ્વારા આજ વીડિયો 29 એપ્રિલ, 2019 ના રોજ તેના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ચીન અને વિયેતનામ બોર્ડર પર આવેલા એક વોટરફોલનો છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત વીડિયોના અંતમાં 2.40 મિનિટ પર એક ફૂલોનો બગીચો દેખાઈ રહ્યો છે. તેને પણ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં People’s Daily, China આજ વીડિયોમાં દેખાતા દ્રશ્યો સાથેના ફોટા 26 એપ્રિલ, 2019 ના રોજ તેના સત્તાવાર ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ દ્રશ્યો ચીનના ગુઈફેંગ પર્વત સ્થિત માચેંગના બગીચાના છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કૈલાશ માનસરોવરનો નહીં પરંતુ ચીનના જુદા-જુદા પર્યટન સ્થળોનો છે. આ વીડિયોને કૈલાશ માનસરોવર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો કૈલાશ માનસરોવરના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False