
ભીડભાડવાળા વર્ગખંડમાં સીધો વિદ્યાર્થીઓ પર છતનો પંખો પડતો દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક સીસીટીવી વીડિયોમાં ચાલી રહેલ છતનો પંખો તૂટીને સીધો વિદ્યાર્થીઓ પર પડતો દેખાય છે, આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ઘટના ભારતની એક સરકારી શાળામાં બની હતી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
અમે ગુગલ પર રિવર્સ ઇમેજ સર્ચથી અમારી તપાસ શરૂ કરી, અને પરિણામો અમને 24 ઘંટા નેપાળ નામના ફેસબુક પેજ પર વાયરલ વીડિયો સંબંધિત એક રિપોર્ટ તરફ દોરી ગયા. આ પોસ્ટ 21 મે 2026ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, વીડિયો નેપાળની એક શાળામાં બનેલી ઘટના દર્શાવે છે.

આ સંકેતોનો ઉપયોગ કરીને, અમે વધુ શોધખોળ હાથ ધરી અને નેપાળ સ્થિત સમાચાર માધ્યમિક આઉટલેટ્સમાંથી ઘણા અહેવાલો મળ્યા, જેમાં જણાવાયું હતું કે નેપાળના બિરગંજ મેટ્રોપોલિટન સિટીના પીપરામાં સિદ્ધાર્થ માધ્યમિક શાળામાં છતનો પંખો વર્ગખંડમાં પડી ગયો હતો અને ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ અહેવાલો 7 મે, 2026ના રોજ પ્રકાશિત થયા હતા. શાળા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા અને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, અને તેઓ હાલમાં ખતરાની બહાર છે.

આ સૂચવે છે કે નેપાળનો એક વીડિયો જેમાં વર્ગખંડમાં છતનો પંખો પડી જવાથી ત્રણ બાળકો ઘાયલ થયા છે તે ભારતની ઘટના તરીકે ખોટી રીતે શેર કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ઘટના ખરેખર નેપાળના બિરગંજની એક શાળામાં બની હતી અને તેનો ભારત સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.


