જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં  હિંદુઓને ઘરોમાંથી નીકાળીને માર મારવામાં આવી રહ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Communal False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આર્મીના જવાનો દ્વારા લોકોને માર મારવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં બાંગ્લાદેશની સેનાના જવાનો હિંદુઓને ઘરોમાંથી નીકાળીને માર મારી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આર્મીના જવાનો દ્વારા લોકોને માર મારવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં લોકોના ઘરોમાં અને દુકાનોમાં ઘૂસીને લૂંટ ચલાવી રહેલા લૂટારુઓને બાંગ્લાદેશની સેનાના જવાનો દ્વારા માર મારવાનો છે. આ વીડિયોને સાંપ્રદાયિક પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 14 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જય શ્રી રામ મીત્રો જાણકારી હોઇ તો આપજો આ બાંગ્લાદેશી ફોજ ત્યાં ના હિંદુ વો ને મારિ રહી છે અને એમના ઘરો મા થી કઢાડી ને મારે છે એનું કારણ શુ છે ☝️🤔. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં બાંગ્લાદેશની સેનાના જવાનો હિંદુઓને ઘરોમાંથી નીકાળીને માર મારી રહ્યા છે તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયો સાથેની ઘણી બધી ફેસબુક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેના લખાણનો ગુજરાતીમાં આનુવાદ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ લોકો ઘરોમાં, દુકાનોમાં અને મોલમાં લૂંટ કરી રહ્યા છે.

https://www.facebook.com/kabir.shah.33886/videos/473441932287765

આજ માહિતી અને વીડિયો સાથેની અન્ય પોસ્ટ પણ અમને પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post 1 | Facebook Post 2 | Facebook Post 3 

અમારી વધુ તપાસમાં અમને 10 ઓગસ્ટ, 2024 ના રોજ આજ વીડિયો સાથેના બાંગ્લા ભાષામાં પ્રસારિત સમાચાર એક યુટ્યબ ચેનલ પર જોવા મળ્યા હતા. જેમાં પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, લૂંટફાટ કરી રહેલા લોકો વિરુદ્ધ બાંગ્લાદેશની સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો આ વીડિયો છે.

Archive

આજ માહિતી અને વીડિયો સાથેની અન્ય યુટ્યુબ પોસ્ટ પણ અમને પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Youtube Post 1 | Youtube Post 2 | Youtube Post 3

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આર્મીના જવાનો દ્વારા લોકોને માર મારવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં લોકોના ઘરોમાં અને દુકાનોમાં ઘૂસીને લૂંટ ચલાવી રહેલા લૂટારુઓને બાંગ્લાદેશની સેનાના જવાનો દ્વારા માર મારવાનો છે. આ વીડિયોને સાંપ્રદાયિક પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં હિંદુઓને ઘરોમાંથી નીકાળીને માર મારવામાં આવી રહ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas  

Result: False