ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતીની મહિલા સદસ્યનો ફોટો હાથરસની કથિત નક્સલી ભાભીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોવા કોંગ્રેસ પ્રદેશ સમિતી લખેલું છે અને તેમાં એક મહિલા દેખી રહી છે. જેને હાથરસ દુષ્કર્મ કેસની કથિત નક્સલી ભાભી હોવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે ફોટોમાં જે મહિલા દેખાઈ રહી છે એ ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતિની મહિલા સદસ્ય પ્રતિભા બોર્કર છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Laljibhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફોટોમાં દેખાતી મહિલા હાથરસ ખાતે બનેલી દુષ્કર્મની ઘટનાની પીડિતાની કથિત ભાભી છે.

screenshot-www.facebook.com-2020.10.15-19_54_01.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Pratibha Borkar ના ફેસબુક પ્રોફાઈલના કવર ફોટો પર આજ ફોટો મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ફોટો પ્રતિભા બોર્કર દ્વારા તેમના ફેસબુક પર 12 મે, 2020 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો.

PRatibha Borkar.png

હવે એ પણ જાણવું જરૂરી હતું કે પ્રતિભા બોર્કર કોણ છે?

અમારી તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, પ્રતિભા બોર્કર ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતીના મહિલા સદસ્ય છે. 1 ઓક્ટોમ્બર, 2020 ના રોજ Indian National Congress Goa ના સત્તાવાર ફેસબુક પેજ પર અફલોડ કરવામાં આવેલો એક પ્રેસ કોન્ફરન્સનો વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તમે પ્રતિભા બોર્કરને જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને Girish Chodankar જેઓ ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રેસિડેન્ટ છે. તેમના દ્વારા 14 ઓક્ટોમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પ્રતિભા બોર્કર દ્વારા ગોવાના ડીજીપી સમક્ષ આ સમગ્ર ઘટનામાં તેમનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આજ ટ્વિટને પ્રતિભા બોર્કર દ્વારા રિટ્વિટ પણ કરવામાં આવી હતી.

હવે એ પણ જાણવું જરૂરી હતું કે, હાથરસ દુષ્કર્મ કેસમાં પીડિતાની કથિત નક્સલી ભાભીના નામે જે માહિતી વાયરલ થઈ રહી છે એ શું છે? આ અંગે અમે ગુગલ પર જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને onlygujarat.in દ્વારા 11 ઓક્ટોમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પીડિતાના ઘરે ચાર દિવસ રહેલી આ કથિત ભાભીનું સાચું નામ ડૉ. રાજકુમારી બંસલ છે. તે મધ્યપ્રદેશના જબલપુરની સુભાષચંદ્ર બોઝ મેડિકલ કૉલેજના ફાર્મોકોલાજી વિભાગમાં ડેમોન્સ્ટ્રેટર ચિકિત્સક છે. જેના પર આરોપ લાગી રહ્યા છે તે ઘટના બાદ જબલપુરથી હાથરસ પહોંચી અને પીડિતાના પરિવારજનોના નિવેદન બદલીને લોકોને ભડકાવ્યા. આ મહિલાને તમે નીચેના ફોટોમાં જોઈ શકો છો.

screenshot-onlygujarat.in-2020.10.15-20_58_37.png

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. gujarati.news18.com | sandesh.com

નીચે તમે ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતિની મહિલા સદસ્ય પ્રતિભા બોર્કર અને હાથરસ દુષ્કર્મ કેસમાં પીડિતાની કથિત ભાભી રાજકુમારી બંસલના ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

2020-10-15.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો હાથરસ દુષ્કર્મ કેસમાં પીડિતાની કથિત ભાભીનો નહીં પરંતું ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતીની મહિલા સદસ્ય પ્રતિભા બોર્કરનો છે.

Avatar

Title:ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતીની મહિલા સદસ્યનો ફોટો હાથરસની કથિત નક્સલી ભાભીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False