ઉત્તરાખંડમાં ખનન માફિયાનો પીછો કરતી પોલીસનો વીડિયો અધૂરી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

Missing Context સામાજિક I Social

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર ટ્રેક્ટરનો પીછો કરતી પોલીસની ગાડીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો નદીમાં ટ્રેક્ટર લઈને પોલીસને દોડાવી રહેલા ખેડૂતનો છે. કેટલાક લોકો આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો સમજીને વાયરલ કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉત્તરાખંડના બાજપુર ખાતે ખનન માફિયાઓનો પીછો કરી રહેલી પોલીસનો છે. આ વીડિયોને અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને કિસાન આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

GSTV નામના ફેસબુક પેજ દ્વારા 26 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પોલીસ અને ટ્રેક્ટર ચાલક વચ્ચેની રેસનો આ વીડિયો જોવા જેવો છે, નદીં પણ નથી નડી રહી ખેડૂતોને, ન ચૂકતા આ વીડીયો જોવાનું. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો નદીમાં ટ્રેક્ટર લઈને પોલીસને દોડાવી રહેલા ખેડૂતનો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ABP Asmita દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 25 જાન્યુઆરી, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ઉત્તરાખંડના બાજપુર ખાતે અવૈધ ખનન કરી રહેલા માફિયાઓને પકડવા માટે સ્કોર્પિયો લઈને પોલીસ સ્થળ પર પહોંચી હતી ત્યારે ખનન માફિયાઓએ ત્યાંથી ટ્રેક્ટર લઈને ભાગવાની કોશિશ કરી હતી તે સમયનો છે.

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Amar Ujala | zeenews.india.com | ABP NEWS HINDI  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ , પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉત્તરાખંડના બાજપુર ખાતે ખનન માફિયાઓનો પીછો કરી રહેલી પોલીસનો છે. આ વીડિયોને અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને કિસાન આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:ઉત્તરાખંડમાં ખનન માફિયાનો પીછો કરતી પોલીસનો વીડિયો અધૂરી માહિતી સાથે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context