કપિલ મિશ્રા સામે કેસ કરનાર ઓફિસરની બદલી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એવા રિપોર્ટ મળ્યા છે કે, કપિલ મિશ્રા વિરુદ્ધ કેશ ફાઇલ કરનાર સિવિલ સેવાના અધિકારી આશિષ જોષી ની બદલી કરાય છે.જો આ વાત સત્ય હોય તો હવે તમારે સમજવાનું કે આ દિલ્લી ની લડાઈ કોના ઈશારે થઈ છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલા શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 151 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 16 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કપિલ મિશ્રા સામે ફરિયાદ કરનાર આશિષ જોશીની બદલી કરવામાં આવી.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌથી પહેલા આ આખી ઘટના શું છે તે જાણવુ જરૂરી છે. અમે આપને જણાવી દઈએ કે, વર્ષ 2019માં ફેબ્રુઆરી મહિનામાં દૂર સંચાર વિભાગના અધિકારી રહેતા આશિષ જોશીએ કપિલ મિશ્રા સામે દિલ્હી પોલીસ કમિશ્નરને પત્ર લખી ભડકાવ ભાષણ આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી. દરમિયાન અમે ગૂગલ પર “आशीष जोशी तबादला कर दिया गया है।” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, 26 ફેબ્રુઆરી 2019ના આશીષ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારતા અમને ચાર દિવસ પહેલાનો 27 ફેબ્રુઆરી 2020નો આજતકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “છેલ્લા એક વર્ષથી આશીષ જોશી સસ્પેન્ડ ચાલી રહ્યા છે. દર ત્રણ મહિને તેમને સસ્પેન્સન વધારી દેવામાં આવે છે. હાલમાં તેમનું સસ્પેન્સન વધારીને એપ્રિલ મહિના સુધીનું કરી દેવામાં આવ્યુ છે.”

AAJTAK | ARCHIVE

ત્યારબાદ અમને આશિષ જોશીનું ઓફિશિયલ લિંન્કડ એકાઉન્ટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં તેઓ હાલમાં પણ કંટ્રોલર ઓફ કોમ્યુનીકેશન એકાઉન્ટસ તરીકેની ફરજ બજાવી રહ્યા છે.

LINKEDIN 

પરિણામ

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, દૂરસંચાર વિભાગના અધિકારી આશીષ જોશીની બદલી નથી કરવામાં આવી પરંતુ તેઓ છેલ્લા એક વર્ષથી સસ્પેન્સન પર ચાલી રહ્યા છે. તેમની બદલી કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. 

Avatar

Title:કપિલ મિશ્રા સામે કેસ કરનાર ઓફિસરની બદલી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False