શું ખરેખર પંજાબ સરકાર દ્વારા વિજળીમાં યુનિટ દિઠ ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

પંજાબમાં જ્યાર થી આમ આદમી પાર્ટીની સરકાર બની છે. ત્યારથી સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં જ પંજાબ સરકારની વિજળીને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબ સરકાર દ્વારા વિજળીમાં પ્રતિ યુનિટ ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ત્રણ રૂપિયાનો યુનિટ દિઠ વધારો કરવામાં આવ્યો નથી. લોકોએ અફવાઓથી દૂર રહેવુ જોઈએ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dhorajiya Vipul નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પંજાબ સરકાર દ્વારા વિજળીમાં પ્રતિ યુનિટ ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો 2 નવેમ્બર 2021નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ચરણજીત સિંહ ચન્ની સરકારે પંજાબમાં 7 કિલોવોટ સુધીના લોડ સાથે ઘરેલું ગ્રાહકો માટે વીજળીના દરમાં 3 રૂપિયા પ્રતિ યુનિટનો ઘટાડો કર્યો છે.

Times of India

તેમજ વધુ સર્ચ કરતા અમને પંજાબકેસરીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “પંજાબની આપ સરકારે એપ્રિલ 2022 થી 2023 સુધી વિજળીના જૂના દર જ લાગુ રાખવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ સરકાર દ્વારા જે દર લાગુ કરવામાં આવ્યા હતા તેમા કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

PunjabKesari | Archive

તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે પંજાબ ઈલેક્ટ્રિક બોર્ડની વેબસાઈટની મુલાકાત લીધી હતી. પરંતુ અમને આ પ્રકારના ભાવ વધારા અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે પંજાબ પાવર ના પ્રિન્સીપાલ સેક્રેટરી કે એ પી સિંહાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે યુનિટ દિઠ ત્રણ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી, આ તદ્દન ખોટી વાત છે. લોકોએ આ પ્રકારની અફવાથી દૂર રહેવું જોઈએ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ત્રણ રૂપિયાનો યુનિટ દિઠ વધારો કરવામાં આવ્યો નથી. લોકોએ અફવાઓથી દૂર રહેવુ જોઈએ.

Avatar

Title:શું ખરેખર પંજાબ સરકાર દ્વારા વિજળીમાં યુનિટ દિઠ ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False