ગુજરાતી કલાકાર અલવીરા મીર અને કમાભાઈનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી કલાકાર અલવીરા મીર અને કમાભાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કમાભાઈના લગ્નનું નક્કી થઈ ગયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતી કલાકાર અલવીરા મીર અને કમાભાઈનો છે તેઓ જ્યારે અમદાવાદના નિકોલ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા ત્યારે તેમનું આ રીતે હાર પહેરાવીને ઢોલ-નગારાં સાથે સ્વાગત કર્યું હતું. આ માહિતી ખોટી હોવાની પુષ્ટી કલાકાર અલવીરા મીરે કરી હતી. આ વીડિયોને કમાભાઈના લગ્ન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ખેડૂત માહિતી ગ્રુપ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા 13 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કમા નું ગોઠવાઈ ગયું . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કમાભાઈના લગ્નનું નક્કી થઈ ગયું તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ક્યાંય પણ કમાભાઈના લગ્ન વિશેની કોઈ જ માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા નહતા. ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોમાં દેખાઈ રહેલા કપડાં પહેરેલો કમાભાઈનો એક વીડિયો એક યુટ્યુબ યુઝર દ્વારા 2 નવેમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, નિકોલ ખાતે આવેલા ઓલ ઈન વન મોલ ખાતે કમાભાઈ અને અલવીરા મીર. જેના પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, કમાભાઈની સાથે દેખાઈ રહેલી યુવતી ગુજરાતી કલાકાર અલવીરા મીર છે.

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગુજરાતી કલાકાર અલવીરા મીરના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આ વીડિયો અંગે ખુલાસો આપતા બે વીડિયો અલવીરા મીર દ્વારા 13 નવેમ્બરના રોજ અપલોડ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં તે એવું જણાવી રહ્યા છે કે, “અમદાવાદના નિકોલ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે હું અને કમાભાઈ પહોંચ્યા હતા ત્યારે ત્યાં અમારું ઢોલ-નગારાં વગાડીને ફૂલહાર પહરાવી આ પ્રકારે સ્વાગત કરવામાં આયું હતું એ વીડિયો કોઈ અસામાજીક તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આ રહ્યો છે. આ અંગે હું જેણે પણ આ વીડિયો વાયરલ કર્યો છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની છું. તેમજ લોકોને આ વીડિયો આગળ વાયરલ ન કરવા અંગેની અપીલ પણ કરવામાં આ હતી.”

કલાકાર અલવીરા મીરના ખુલાસો કરતા બંને વીડિયો તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતી કલાકાર અલવીરા મીર અને કમાભાઈનો છે તેઓ જ્યારે અમદાવાદના નિકોલ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા ત્યારે તેમનું આ રીતે હાર પહેરાવીને ઢોલ-નગારાં સાથે સ્વાગત કર્યું હતું. આ માહિતી ખોટી હોવાની પુષ્ટી કલાકાર અલવીરા મીરે કરી હતી. આ વીડિયોને કમાભાઈના લગ્ન સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:ગુજરાતી કલાકાર અલવીરા મીર અને કમાભાઈનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

Leave a Reply