હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જૂદા-જૂદા ભગવાનની મુર્તિઓના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયો કોઈમ્બતુરના જૈન મંદિરનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કોઈમ્બતુરનો નહિં પરંતુ ગુજરાતના જૈન તીર્થ પાલિતાણામાં આવેલી ગુફા છે. જે હાલમાં જ નિર્માણ પામેલી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Aswin Kamdar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 June 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયો કોઈમ્બતુરના જૈન મંદિરનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વિડિયોને ધ્યાનથી જોતા અમને વિડિયોની શરૂઆતમાં એક નામ વાંચવા મળે છે જેમાં લખ્યુ હતુ કે, “શ્રી પાર્શ્વ ભૈરવ ધામ શુશિલ વિહાર ગુફા મંદિર, પાલિતાણા, ગુજરાત.” જે તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને સંપૂર્ણ વિડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો, જે વિડિયોમાં પણ આ ગુફા ગુજરાતના પાલિતાણામાં આવેલી હોવાનું જણાવવામાં આવ્યુ છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમારી પડતાલને વધારે મજબૂત કરવા જૈન સમાજના અગ્રણી ભાવિકભાઈ શાહ સાથે વાત કરી તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ગુફા મંદિર હાલમાં જ નિર્માણ કરવામાં આવ્યુ છે જે ગુજરાતના જૈન તીર્થ પાલિતાણામાં આવેલુ છે. કૌઈમ્બતુરનુ હોવાની વાત તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કોઈમ્બતુરનો નહિં પરંતુ ગુજરાતના જૈન તીર્થ પાલિતાણામાં આવેલી ગુફા છે. જે હાલમાં જ નિર્માણ પામેલી છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કોઈમ્બતુરનો છે...? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False