શું ખરેખર બનાસકાંઠામાં નિર્માણાધિન પુલ તૂટી ગયો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધરાશાયી થઈ રહેલા એક પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બનાસકાંઠામાં નિર્માણાધિન પુલ તૂટ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં પુલ તૂટ્યો નથી પરંતુ સરકારી તંત્ર દ્વારા તોડવામાં આવ્યો છે. કારણ કે, આ પુલ 70 વર્ષ જૂનો હોવાથી જર્જરિત હાલતમાં હતો અને એની જગ્યાએ નવા પુલ માટેની સરકારી મંજૂરી પણ મળી ગઈ છે. આ વીડિયોને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kalu Vaghasiya નામના ફેસબુક યુઝર દ્વારા 16 ડિસેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બનાસકાંઠા માં નિર્માણાધિન પુલ તૂટ્યો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બનાસકાંઠામાં નિર્માણાધિન પુલ તૂટ્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર News 18 Gujarati દ્વારા 16 ડિસેમ્બર, 2022 ના રોજ તેના સત્તાવાર યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો બનાસકાંઠાના કાંકરેજના ઉંબરી ગામ નજીક એક જૂના અને જર્જરિત પુલને તોડવાની કામગીરી સમયે બનેલી ઘટનાનો છે. જેમાં પુલ તોડતી વખતે અચાનક પુલ વચ્ચેથી તૂટી જતાં જેસીબી મશીન પણ નીચે પડ્યું હતું. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહતી. 

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Gujarat Tak | Zee 24 Kalak 

આજ સમાચાર ટીવી 9 ગુજરાતી દ્વારા પણ 16 ડિસેમ્બરના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં પુલ તૂટ્યો નથી પરંતુ સરકારી તંત્ર દ્વારા તોડવામાં આવ્યો છે. કારણ કે, આ પુલ 70 વર્ષ જૂનો હોવાથી જર્જરિત હાલતમાં હતો અને એની જગ્યાએ નવા પુલ માટેની સરકારી મંજૂરી પણ મળી ગઈ છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર બનાસકાંઠામાં નિર્માણાધિન પુલ તૂટી ગયો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય..

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context