શું ખરેખર આ સંબિત પાત્રાની દિકરીનો ફોટો છે…? જાણો શું છે સત્ય……

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Sanjay Patel નામના ફેસબુક યુઝર દ્વારા 3 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યા હતો અને તેના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતું કે, बुर्खे का विरोध करने वाले और टीवी चैनलों पर बैठ कर झूठ बोलने वाले संबित पात्रा की बेटी |” આ પોસ્ટ પર 402 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 63 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 3169 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બિકીની પહેરેલી છોકરી ભાજપના નેતા સંબિત પાત્રાની દિકરી છે. 

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે ઉપરોક્ત ફોટોને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કર્યો હતો. પરિણામમાં અમને સરસ સલિલ નામની એક વેબસાઈટની લિંક મળી હતી. ફોટોમાં લખવામાં આવ્યો હતું કે “આમિર ખાનની દિકરીએ બોલ્ડ ફોટો શેર કરી” આ લિંક પરથી અમને જાણવા મળ્યુ હતું કે આ ત્રણ છોકરીમાંથી કોઈ એક આમિર ખાનની દિકરી છે. પરંતુ ત્રણમાંથી કોણ એ સ્પષ્ટ ન હતું. 

ARCHIVE

ત્યારબાદ અમે આમિર ખાનની દિકરીનું નામ ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આમિર ખાનની દિકરીનું નામ ઈરા ખાન છે. અમે ગૂગલ પર ઈરા ખાન બિકીની ઈમેજિસ જેવા કિવર્ડ થી ફોટો શોધવા પ્રયત્ન હાથ ધર્યા હતા. અમને આ જ ફોટો બીજા એંગલથી એબીપી લાઈવની વેબસાઈટ પર મળી હતી. ફોટોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “આમિરની 22 વર્ષની દિકરીને તમે તેના પિતા સાથે ફિલ્મી શોમાં ઘણીવાર જોઈ હશે અને પરિવારને એક સાથે રજાઓ માણતા પણ જોઈ શકાય છે.”

ARCHIVE

અમને આ ફોટોનો ઉલ્લેખ ટાઈમ્સ નાઉ ન્યુઝના એક સમાચારમાં પણ જોવા મળ્યો હતો. સમાચારના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતું કે, “22 વર્ષની થઈ આમિર ખાનની દિકરી ઈરા, ક્યારેક બિકીની તો ક્યારેક બોયફ્રેન્ડ ભેગી શેર કરતી હોય છે ફોટો”

ARCHIVE

ટાઈમ્સ નાઉના આ સમાચારમાં ફોટોની ક્રેડિટમાં ઈન્સ્ટાગ્રામ લખવામાં આવ્યું હતું. જેથી અમે ઈરા ખાનની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર આ ફોટો શોધી હતી. આ ફોટોમાં અન્ય બે છોકરીઓના નામ ઝ્યાન ખાન અને દનિએલ્લે પેરિંએરા છે. આમ સ્પષ્ટ થાય છે કે, વાયરલ ફોટોમાં સંબિત પાત્રાની દિકરીની નથી. ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટોમાં જે છોકરીને લાલ ગોળ કરી બતાવવામાં આવી છે. તેનું નામ ઝ્યાન ખાન છે. અને તે છોકરી આમિર ખાનની દિકરી ઈરા ખાનની મિત્ર છે. 

ત્યારહબાદ અમે ગૂગલ સર્ચ કરતા સંબિત પાત્રાની દિકરી વિશે શોધવા પ્રયત્ન કર્યો હતો. સંબિત પાત્રાના પરિવારની અમને અધિક જાણકારી પ્રાપ્ત થઈ ન હતી, પરંતુ એક વેબસાઈટ પરથી જાણકારી મળી હતી કે, તેમના લગ્ન થઈ ગયા છે. પરંતુ તેમને કોઈ સંતાન નથી. 

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. પોસ્ટમાં જે છોકરીને લાલ ગોળ કરી બતાવવામાં આવી છે. તેનું નામ ઝ્યાન ખાન છે. અને તે છોકરી આમિર ખાનની દિકરી ઈરા ખાનની મિત્ર છે. 

Avatar

Title:શું ખરેખર આ સંબિત પાત્રાની દિકરીનો ફોટો છે…? જાણો શું છે સત્ય……

Fact Check By: Frany Karia 

Result: False