શું ખરેખર તાજેતરમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મુંબઈની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો એમ્બ્યુલન્સ સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મુંબઈની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2013 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને જ્યારે ભોપાલની જવાહરલાલ નહેરુ કેન્સર હોસ્પિટલમાં પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યા તે સમયનો આ ફોટો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

કઠલાલ શહેર કોંગ્રેસ નામના ફેસબુક યુઝર દ્વારા 26 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગૌમૂત્ર પીવા વાળી ભાજપની સાંસદ પ્રજ્ઞા ઠાકુર ને મુંબઈ હોસ્પિટલમાં એરલિફ્ટ કરી,ગૌમૂત્ર હવામાં ઉડી ગયું. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મુંબઈની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા તેનો છે.

screenshot-www.facebook.com-2021.05.28-21_53_09.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ibc24.in નામની વેબસાઈટ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 06 જૂન, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને આંતરડામાં ઈન્ફેક્શનને કારણે ભોપાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

screenshot-www.ibc24.in-2021.05.28-22_20_31.png

Archive

અમારી વધુ તપાસમાં અમને thehindu.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર 10 જાન્યુઆરી, 2013 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના શીર્ષકમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, માલેગાંવ બ્લાસ્ટની આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને કેન્સર. 

screenshot-www.thehindu.com-2021.05.28-22_25_33.png

Archive

અમર ઉજાલા દ્વારા પણ આજ ફોટો સાથેના સમાચાર 18 મે, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષો જૂનો છે જેને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

અમારી વધુ તપાસમાં અમને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્વારા 28 મે, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓએ સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્ય અંગે વાયરલ થઈ રહેલી તમામ માહિતીને ખોટી ગણાવી તે પોતે સ્વસ્થ હોવાનું જણાવ્યું છે.

Archive

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગે કરવામાં આવેલી વધુ એક ટ્વિટ તમે અહીં જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2013 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને જ્યારે ભોપાલની જવાહરલાલ નહેરુ કેન્સર હોસ્પિટલમાં પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યા તે સમયનો આ ફોટો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર તાજેતરમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મુંબઈની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા…?

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •