શું ખરેખર આ પ્રકારની મિઠાઈનું ગુજરાતમાં વેચાણ થઈ રહ્યું છે...? જાણો શું છે સત્ય......
Light of Universe – Jainism નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દુકાનની મીઠાઈમાં શું હોય છે તે જાણી લ્યો. મીઠાઈવાળા લોકો હવે દુઘનો માવો તો વાપરતા જ નથી પણ વાસ્તવમાં શું વાપરે છે તે જોઈ લ્યો.? માવાની કોઈ પણ બનાવટ, પેંડા થી લઈને ગુલ્ફી ઘરમાં લાવશો જ નહિ...?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 123 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 7 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 226 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, માર્કેટમાં વેપારીઓ આ પ્રકારે ભેળશેળ કરે છે અને માવાની મિઠાઈઓ વહેચાઈ રહી છે. માટે કોઈએ ઘરે લાવવી નહીં.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ પર “नकली मिठाई बनाने की फेक्ट्री पकड़ी गई” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી પોસ્ટમાં જે વિડિયો શેર કરવામાં આવ્યો હતો તે જ વિડિયો અમને યુટ્યુબ પર 9 ડિસેમ્બર 2018ના Lalit Tomar નામના ફેસબુક યુઝર દ્વારા શેર કરવામાં આવેલો હોવાનું જાણવા મળ્યુ હતુ જે આપ નીચે જોઈ શકો છો.
કોબરા ટેલિવિઝન COBRA TELEVISION નામના યુ-ટ્યુબ યુઝર દ્વારા 24 માર્ચ 2019ના પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો જ વિડિયો શેર કર્યો હતો. અને આ રેડ ઉત્તર પ્રદેશ પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જે આપ નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામ પરથી એ વાત તો સાબિત થઈ ગઈ હતી કે, આ વિડિયો ગુજરાત બહારનો છે. પરંતુ પોસ્ટમાં જે પ્રકારે ના પાડવામાં આવી છે. કે માવાની મિઠાઈ કે પૈડા ઘરે ન લઈ જવા. તેના પરથી એ જાણવુ પણ જરૂરી હતુ કે શું ખરેખર ગુજરાતમાં આ પ્રકારે કોઈ ફૂડ ફેક્ટરી પકડાઈ છે કે કેમ..? તેથી અમે ગૂગલ પર “ગુજરાતમાં નકલી મિઠાઈ બનાવતી ફેક્ટરી ઝડપાઈ” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ક્યાંય પણ આ ગુજરાતમાં આ પ્રકારે નકલી મિઠાઈ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હોવાનું જાણવા મળ્યુ ન હતું. ત્યારબાદ અમારી પડતાલને આગળ વધારતા અમે અમદાવાદ ફૂડ શાખાના એક ઉચ્ચ અધિકારી સાથે વાત કરી હતી અને આ પ્રકારે ગુજરાતમાં કોઈ ફેક્ટરી પકડાઈ છે કે કેમ તે અંગે પુછતા તેણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારની ફેક્ટરી ગુજરાતમાં ક્યારેય પકડાઈ હોય તેવું મારા ધ્યાનમાં નથી આવ્યુ. તેમજ ગુજરાતના વેપારીઓ આ પ્રકારનું કયારેય કરી શકે નહિં તે હું મારા અનુભવના આધારે કહી શકું છુ”
આમ, પોસ્ટમાં જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે આઠ મહિના પહેલાનો અને ઉત્તર પ્રદેશનો હોવાનું અમારી પડતાલમાં સાબિત થયું છે, ગુજરાતમાં આ પ્રકારે ક્યારેય કોઈ ફેક્ટરી ઝડપાઈ નથી તેમજ ગુજરાતના વેપારી આ પ્રકારે ભેળશેળ કરે તે વાતને ફૂડ શાખાના ઉચ્ચ અધિકારીએ પણ નકારી કાઢી છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો ઉત્તર પ્રદેશનો હોવાનું અમારી પડતાલમાં સાબિત થયું છે, ગુજરાતમાં આ પ્રકારે ક્યારેય કોઈ ફેક્ટરી ઝડપાઈ નથી તેમજ ગુજરાતના વેપારી આ પ્રકારે ભેળશેળ કરે તે વાતને ફૂડ શાખાના ઉચ્ચ અધિકારીએ પણ નકારી કાઢી છે. માટે પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે કે, માર્કેટમાં માવાની મિઠાઈમાં આ પ્રકારે ભેળશેળ થાય છે. માટે માવાની મિઠાઈ અને પૈડા ઘરે લઈ ન જવા તે વાત ખોટી સાબિત થાય છે.
Title:શું ખરેખર આ પ્રકારની મિઠાઈનું ગુજરાતમાં વેચાણ થઈ રહ્યું છે...? જાણો શું છે સત્ય......
Fact Check By: Yogesh KariaResult: False