શું ખરેખર ભાજપાના નેતા દ્વારા મિડિયાને ધમકી આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Falguni Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લો, સાંભળી લો.હવે તો ખુલ્લે આમ પત્રકારો,મીડિયાને ધમકી અને જનતાને ડરનો પ્રસાદ વહેંચી રહ્યાં આ ભાજપવાળા. હજુ વોટ આપજો એટલે તમારી પેઢીઓ પણ વાઢી નાંખે.” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 93 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા અને 248 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપાના નેતા દ્વારા મિડિયા કર્મીને ધમકી આપવામાં આવી રહી છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે કોઈ નેતા દ્વારા મિડિયા કર્મીને ચાલુ ઈન્ટરવ્યુ દરમિયાન ધમકી આપવામાં આવી હોય તો તેની નોંધ દેશના તમામ મિડિયા દ્વારા લેવામાં આવી જ હોય તેથી અમે સૌ-પ્રથમ ગૂગલ પર मिडिया कर्मी को धमकी देते हुए भाजपा के नेता લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ની વિગત પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડાતાલને આગળ વધારી હતી અને યુટ્યુબ પર TIMES OF TODAY ચેનલ શોધી હતી. જયા અમને 16 નવેમ્બર 2019ના અપલોડ કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. જે વિડિયો પોસ્ટ સાથે શેર કરવામાં આવ્યો છે. તે જ વિડિયો આ હોવાનું અમને માલુમ પડ્યુ હતુ. તેમજ પંકજ નામના રિપોર્ટર દ્વારા જે વ્યક્તિનું ઈન્ટરવ્યુ લેવામાં આવ્યુ હતું તે ભાજપાના નેતા નહીં પરંતુ કોંગ્રેસ સેવાદળના પૂર્વ અધ્યક્ષ હરિશ મિશ્રા છે. જે કોંગ્રેસ સાથે ગ્રાઉન્ડ મોર્ચાથી જોડાયેલી છે. જે સંપૂર્ણ ઈન્ટરવ્યુ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ઉપરોક્ત વિડિયોમાં પ્રોમો બાદ રિપોર્ટર પંકજ 1.26 મિનિટે વિડિયોમાં દેખાતા વ્યક્તિ હરિશ મિશ્રાનો પરિચય આપે છે. 

ઉપરોક્ત વિડિયોમાં 11.39 મિનિટ પર રિપોર્ટર, મિશ્રાને પુછે છે કે, “ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતો વિશે ભાજપા સરકાર શું વિચારી રહી છે.?”

જેના જવાબમાં મિશ્રાએ જવાબ આપ્યો હતો કે, “પંકજજી, ખેડૂતોની વાત પર તો અમે જવાબ આપી જ દેશું પરંતુ તમારા સવાલથી અમને લાગે છે કે, તમને તમારા પરિવાર-વરદથી બીક નથી લાગતી.? તમે કોના શાશનકાળમાં અને કોના વિરોધમાં સવાલ કરો છો. તે તમે નહીં સમજી શકો. હું જણાવી દવ છું કદાચ તમે ભૂલી ગયા હોય તો. “…………………” પછી તમે ખેડૂત અંગે કહ્યુ. પંકજજી, હું ખેડૂતોની આત્મહત્યા અંગેના આપના પ્રશ્નનો ચોક્કસ જવાબ આપીશ. પરંતુ આપના પ્રશ્નથી મને લાગે છે કે તમને તમારા પરિવાર માટે બીક નથી લાગતી.? તમે એ નથી સમજતા કે તમે નિયમ અને અને કોના વિરૂધ્ધ આ સવાલ પુછી રહ્યા છો. હું તમને જણાવુ તમે ભૂલી ગયા હશો.”

ARCHIVE

ત્યારબાદ અમે મિશ્રાની ફેસબુક પ્રોફાઈલ શોધી તો અમને તેમના દ્વારા શેર કરવામાં આવેલી વિડિયો પ્રાપ્ત થઈ હતી. મિશ્રા આ વિડિયોમાં કોંગ્રેસ પાર્ટીની પ્રશંસા કરતા અને રાષ્ટ્ર માટે પાર્ટીના યોગદાનની વાત કરતા નજરે પડે છે. જ્યારે રિપોર્ટરે તેને વિધાનસભા ચૂંટણામાં તે સમાજવાદી પાર્ટી કે કોંગ્રેસમાંથી કઈ પાર્ટીમાંથી લડશે તે પુછ્યુ તો તેણે જણાવ્યુ હતુ કે, “હું કોઈ પણ પાર્ટી માંથી લડીશ પરંતુ ભાજપ વિરૂધ્ધ જ લડીશ”

ARCHIVE

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને હરિશ મિશ્રાનો સંપર્ક સાધતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “મારી પુરી નિષ્ઠા કોંગ્રેસ પ્રત્યેની છે. હાલ પણ હું બનારસમાં વિરોધપક્ષમાં મારી ભૂમિકા નિભાવું છું, હાલની પરિસ્થિતી પર મે વ્યંગ કર્યો છે. જે પરિસ્થિતી દેશમાં ચાલી રહી છે. તે અંગે મારા વિચાર રજૂ કર્યા છે. તેને ખોટી રીતે પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.”

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, કોંગ્રેસ સાથે જોડાયેલા એક રાજનૈતિક નેતાની એક ક્લિપ વિડિયો. જેમાં તે મિડિયાની સ્વતંત્રતાને લઈ ભાજપાની આલોચના વ્યક્ત કરે છે. તેને એક ભાજપા નેતાના રૂપમાં શેર કરવામાં આવી રહી છે.  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કોંગ્રેસ સાથે જોડાયેલા એક રાજનૈતિક નેતાની એક ક્લિપ વિડિયો. જેમાં તે મિડિયાની સ્વતંત્રતાને લઈ ભાજપાની આલોચના વ્યક્ત કરે છે. તેને એક ભાજપા નેતાના રૂપમાં શેર કરવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર ભાજપાના નેતા દ્વારા મિડિયાને ધમકી આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •