પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને ફોટો એકજ છોકરીના છે.? તે JNUની વિદ્યાર્થીની છે.? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Ajith Gadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. #JNU Student: Poor enough to pay Rs.10/month Hostel Fees But, Rich enough to drink whiskey & smoke Cigarettes! JNU’s Poor Students Be Like 😜 #ShutDownJNU શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 51 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 335 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફોટોમાં દેખાઈ રહેલી બંને યુવતીઓ એક છે. અને JNUની વિદ્યાર્થીની છે. જે સિગારેટ અને દારૂનું સેવન કરે છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને બાંગ્લાદેશના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓગસ્ટ 2019ના શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં શીર્ષકમાં Drinking is forbidden. લખવામાં આવ્યુ હતુ. એટલે કે “દારૂ પીવાની મનાઈ છે.” જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ બીજી ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો JNUની વિદ્યાર્થીની અને JNUના RJDની જનરલ સેક્રેટરી પ્રિયંકા ભારતીની ફોટો છે. તેમણે તેમના ફેસબુક એકાઉન્ટ પર તારીખ 11 નવેમ્બર 2019ના આ ફોટો અપલોડ કરી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને વધૂ મજબૂત બનાવવા અમે પ્રિંયકા ભારતી જોડે વાત કરી હતી અને તેમને આ ફોટો અંગે  પૂછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “બીજો ફોટો મારો નથી. તેમજ મે ક્યારેય દારૂ કે સિગારેટનું સેવન કર્યુ નથી.” 

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને ફોટો અલગ-અલગ યુવતીઓના છે. પહેલો ફોટો JNUની વિદ્યાર્થીની અને JNUના RJDની જનરલ સેક્રેટરી પ્રિયંકા ભારતીનો છે. જેમના દ્વારા પૃષ્ટી કરવામાં આવી છે કે. દારૂ સિગારેટનું સેવન કરતો ફોટો તેમનો નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને ફોટો અલગ-અલગ યુવતીઓના છે. પહેલો ફોટો JNUની વિદ્યાર્થીની અને JNUના RJDની જનરલ સેક્રેટરી પ્રિયંકા ભારતીનો છે. જેમના દ્વારા પૃષ્ટી કરવામાં આવી છે કે. દારૂ સિગારેટનું સેવન કરતો ફોટો તેમનો નથી.

Avatar

Title:પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને ફોટો એકજ છોકરીના છે.? તે JNUની વિદ્યાર્થીની છે.? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •