શું ખરેખર જૈસલમેરના વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવારને માત્ર 2 જ વોટ મળ્યા..? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Ahir DIpak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજસ્થાન જેસલમેર વોર્ડ નં 15 માં ભાજપને પુરા 2 મત મળ્યા અને હવે આ આખો વોર્ડ ઈ બે જણને ગોતે છે…!” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 151 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જૈસલમરના વોર્ડ નંબર 15માં ભાજપને 2 વોટ જ મળ્યા.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર राजस्थान के जेसलमेर के वोर्ड नंबर 15 में भाजप को 2 वोट मिले લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને દૈનિકભાસ્કર દ્વારા 19 નવેમ્બર 2019ના પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જૈસલમેર નગર પરિષદની ચૂંટણીનું પરિણામ આપવામાં આવ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, વોર્ડ નંબર 15માં ભાજપના ઉમેદવાર સરલા શર્મા વિજેતા થયા હતા. પરંતુ તેમને કેટલા મત મળ્યા તે જણાવવામાં આવ્યુ ન હતું.

DAINIK BHASKAR | ARCHIVE

ત્યારબાદ અમે રાજસ્થાન ચૂંટણી આયોગની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. જેમાં અમને જાણવા મળ્યુ હતુ કે, “ભાજપ તરફથી 48 વર્ષિય સરલા ર્શમા વિજેતા થયા હતા. જેની સામે કોંગ્રેસના મંગીલાલની હાર થઈ હતી. સરલા શર્માને 386 વોટ મળ્યા હતા. જ્યારે મંગીલાલને 258 વોટ મળ્યા હતા.” જે તમે નીચે જોઈ શકો છો.

ELECTION COMMISSION

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, રાજસ્થાનના જૈસલમેરની મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર 15માં ભાજપના ઉમેદવાર સરલા શર્મા વિજયી થયા છે અને તેમને 386 વોટ મળ્યા છે. વોર્ડ નંબર 15માં ભાજપને 2 વોટ મળ્યા હોવાની વાત તદન ખોટી છે. 

પરિણામ

આમ. અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે,  રાજસ્થાનના જૈસલમેરની મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર 15માં ભાજપના ઉમેદવાર સરલા શર્મા વિજયી થયા છે અને તેમને 386 વોટ મળ્યા છે. વોર્ડ નંબર 15માં ભાજપને 2 વોટ મળ્યા હોવાની વાત તદન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર જૈસલમેરના વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવારને માત્ર 2 જ વોટ મળ્યા..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False