વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો વીડિયો અક્કલકુવા-અંકલેશ્વર પુલનો નથી… જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો આ વીડિયો અક્કલકુવા-અંકલેશ્વરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અક્કલકુવા-અંકલેશ્વરનો નહીં પરંતુ વર્ષ 2020 માં જમ્મુ-કાશ્મીર ખાતે ધરાશાયી થયેલા પુલનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mahesh Gamit નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ,*અક્કલકુવા અંકલેશ્વર રોડ* પર નો પુલ લોકોની નજરોની સામે ધરાશય થયો. આ છે ભાજપનો વિકાસ આ છે ભ્રષ્ટાચાર નો નમુનો.. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો આ વીડિયો અક્કલકુવા-અંકલેશ્વરનો છે.

Facebook Post | Archive

આ સિવાય અન્ય કેટલાક ફેસબુક યુઝર દ્વારા પણ આજ વીડિયો આપણી નજર સમક્ષ આપણા પૈસા પાણીમાં વહી રહ્યા છે..!! એ શીર્ષક સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post 1 | Facebook Post 2

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ANI દ્વારા 26 ઓગષ્ટ, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, જમ્મુ-કાશ્મીરના ગડીગઢ ખાતે ભારે વરસાદને કારણે પુલ ધરાશાયી થયો હતો તેનો આ વીડિયો છે.

વધુમાં અમને એ જાણવા મળ્યું હતું કે, ભારે વરસાદને કારણે જમ્મુ-કાશ્મીરમાં તાવી નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેને પરિણામે પુલનો અડધો ભાગ તૂટી ગયો હતો.

વર્ષ 2020 માં જમ્મુ-કાશ્મીર ખાતે ભારે વરસાદને કારણે ઘણી બધી જગ્યાએ પૂર અને ભૂસ્ખલનની પરિસ્થિતિ સર્જાઈ હતી.

થોડા દિવસો પહેલાં અંકલ્શ્વર ખાતે 12 કલાકમાં 3 ઈંચ વરસાદ થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. જે સમાચાર દિવ્ય ભાસ્કરમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અર્ધસત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અક્કલકુવા-અંકલેશ્વરનો નહીં પરંતુ વર્ષ 2020 માં જમ્મુ-કાશ્મીર ખાતે ધરાશાયી થયેલા પુલનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો વીડિયો અક્કલકુવા-અંકલેશ્વર પુલનો નથી… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False