સિંહણ દ્વારા હરણના શિકારનો આ વિડિયો ગુજરાતના ગીરના જંગલનો નહિં પરંતુ સાઉથ આફ્રિકાના જંગલનો છે. ગીરનો હોવાની વાત તદ્દન ખોટી છે.

વરસાદની સિઝન દરમિયાન પ્રકૃતિ જ્યારે સોળે કળાએ ખિલી ઉઠી છે. ત્યારે પ્રકૃતિથી સમૃદ્ધ ગુજરાતના ગીરના જગંલમાં વસતા સિંહના ઘણા વિડિયો વાયરલ થાય છે. ત્યારે હાલમાં એક સિંહણના શિકારનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં હવામાં સિંહણ દ્વારા હરણનો શિકાર કરવામાં આવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર શેર કરવામાં આવેલો સિંહણના શિકારનો આ વિડિયો ગુજરાતના ગીરનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Solanki Yogesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર શેર કરવામાં આવેલો સિંહણના શિકારનો આ વિડિયો ગુજરાતના ગીરનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વિડિયોનો બીજા એંગલથી ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં વિદેશી ટુરિસ્ટને સફારી કારમાં જોઈ શકાય છે. આ વિડિયો 15 મે 2014ના અપલોડ કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ વધુ સર્ચ કરતા અમને mojevideo.sk નામની વેબસાઈટ પર ઓરિજનલ વિડિયો પ્રાપ્ત છયો હતો. જેમાં જોઈ શકાય છે કે શરૂઆતમાં વિડિયો બે સિંહ રાહ જોઈન બેસેલા છે જ્યારે બે હરણ આવે છે ત્યારે ખૂબ જ હોશિયારી થી સિંહણ દ્વારા આ પ્રકારે હુમલો કરવામાં આવે છે. આ વિડિયો સાથે માહિતી આપવામમાં આવી હતી કે, આ વિડિયો સાઉથ આફ્રિકાના રિઝર્વમાં શૂટ કરવામાં આવ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

Mojevideo.sk | Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને Dailymail.co.uk દ્વારા પ્રકાશિત 15 મે 2014ના પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે,

દક્ષિણ આફ્રિકામાં આવેલા શમવારી ગેમ રિઝર્વના દ્રશ્યો છે. આ દ્રશ્યો ટુર ગાઈડ જોન ફિકે દ્વારા કેપ્ચર કરવામાં આવ્યુ હતુ. આ દ્રશ્યો ટૂર બસથી માત્ર ફૂટ દૂર શૂટ કર્યું હતુ. ટુરિસ્ટનું ગ્રુપ દક્ષિણ આફ્રિકામાં શમવારી ગેમ રિઝર્વમાં રિજ પર બેઠેલી બે સિંહણને જોઈ રહ્યું હતું. ટુર ગાઈડ જોને કહ્યું: 'અચાનક સિંહણ ઊભી થઈ અને બે બ્લેસબોક પર પૂરપાટ ઝડપે દોડી, જેઓ ટેકરી પર તેમની તરફ દોડી રહ્યા હતા.’

ટુર ગાઈડ જોન ફિકે દ્વારા વધુમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મારા છ વર્ષના કાર્યકાળમાં આ ચોક્કસપણે અત્યાર સુધીના શ્રેષ્ઠ દ્રશ્ય હતા. સિંહણ અને બ્લેસબોક અમારી બાજુમાં જમીન પર એટલા નજીક પડ્યા કે મને ખાતરી હતી કે તેઓ વાહનની સામે પડી જશે. અમે બધા અવિશ્વાસના શબ્દો ગણગણતા હતા અને કેટલાક લોકો માત્ર ઘટનાસ્થળે જ જોઈ રહ્યા હતા જે કંઈપણ કહી શકતા ન હતા. બ્લેસ્બોક પર કાબૂ મેળવ્યા પછી, સિંહો સખત જીતેલા ભોજનનો આનંદ માણવા માટે તેને ખેંચીને પાછળની ટોચ પર લઈ ગયા.

Dailymail.co.uk | Archive

તેમજ અમે શમવારીની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. જેમાં ટુર ગાઈડ જોન ફિકે દ્વારા લેવામાં આવેલી અન્ય ફોટો પણ તમે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના ગીરનો નહિં, પરંતુ સાઉથ આફ્રિકાના દક્ષિણ આફ્રિકામાં શમવારી ગેમ રિઝર્વનો આઠ વર્ષ પહેલા બનેલી ઘટનાનો વિડિયો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:સિંહણ દ્વારા હરણના શિકારનો આ વિડિયો ગુજરાતના ગીરનો નથી... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False