પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જોધપુરનો નહિં પરંતુ વર્ષ 2020ના વરસાદનો જયપુરનો વિડિયો છે.

જોધપુરમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. 3 દિવસના વરસાદમાં 5 લોકોના મોત થયા છે. ગુરૂવારે સવારે 4 વાગ્યે ફેક્ટરીમાંથી 15 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ન્યુ રૂપ નગરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયું હતું અને સેનાના જવાનોએ બોટ દ્વારા લોકોને બચાવ્યા હતા.

આ પૃષ્ટભૂમિ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકોને તણાતા જોઈ શકાય છે અને લોકો તેને બચાવી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજસ્થાનના જોધપુરમાં પડેલા ભારે વરસાદનો આ વિડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Gujarat Samachar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજસ્થાનના જોધપુરમાં પડેલા ભારે વરસાદનો આ વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વિડિયો News18 દ્વારા તેમના ઓફિશિયલ ટવિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. આ વિડિયો શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, “જયપુરના મોટાભાગોમાં ભારે વરસાદ પછી પૂર જેવી સ્થિતિનો અનુભવ થયો.” આ વિડિયોને તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને પત્રકાર સૌમિત મોહન દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તેમણે માહિતી આપી હતી કે, “ગઈકાલે, મેં ભૂલથી જયપુરના વરસાદનો એક વાયરલ વિડિયો દિલ્હીના વરસાદ તરીકે પોસ્ટ કર્યો, જેના માટે હું દિલગીર છું. નીચેનો વિડિયો જયપુરના વરસાદનો 3 વર્ષ જૂનો વીડિયો છે જેને આજના વરસાદ તરીકે શેર કરવામાં આવી રહ્યો છે.

https://twitter.com/SoumitMohan/status/1294250142355292162?s=20&t=40b2fXGVx9LdKWa5qPaZkA

Archive

તેમજ વધુમાં સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, વર્ષ 2020માં રાજસ્થાનના 5 જિલ્લામાં રેડ એલર્ટ અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ અને ઘણા શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જોધપુરનો હાલના વરસાદનો નથી. પરંતુ વર્ષ 2020નો જયપુરના વરસાદનો છે. હાલના જોધપુર વરસાદનો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બે વર્ષ પહેલાના જયપુરના વરસાદના વિડિયોને જોધપુરના નામે ફેલાવવામાં આવી રહ્યો છે... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False