શું ખરેખર કિરણ બેદી દ્વારા ઈન્દિરા ગાંધીની કાર ટોંઈગ કર્યા બાદની આ તસ્વીર છે….? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ER Mihir Rathod નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરાજી ની કાર કિરણ બેદીએ ટોઈંગ કરી હતી, ત્યા ઘરે બોલાવી માન સન્માન આપ્યુ હતુ. જો સસ્પેન્ડ કરી હોત તો ક્યા હોત આજે… આ હતી અને છે કોગ્રેસ ની વિચારધારા…. #i_support_sunita_yadav બેટી પઢાઓ બેટી બચાવો નારા વાડા કેમ આ મુદ્દે ચુપ છે. #sunitayadav #Sunita_Yadav #ladysingham Vijay Rupani” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 78 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 લોકો દ્વારા આ પોસ્ટ પર પોતાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ગાડી ટોઈન કર્યા બાદ ઇન્દિરા ગાંધી કિરણ બેદીને તેમના ઘરે લઈ ગયા હતા ત્યારનો ફોટો છે.

FACEBOOK | FB POST ARCHIVE

હાલમાં સુરતમાં પોલીસ કોન્સટેબલ સુનિતા યાદવ અને ગુજરાતના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર વચ્ચે થયેલી બબાલનો વિડિયો વાયરલ થયા બાદ રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે અને સોશિયલ મિડિયા પર ભાજપા અને કોંગ્રેસના સમર્થકો એક-બીજા પર આરોપ-પ્રતિઆરોપ લગાવી રહ્યા છે. 

ત્યારે ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામ પરથી અમને કિરણ બેદી દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી 22 એપ્રિલ 2019ના કિરણ બેદી દ્વારા ખુલાસો આપતુ ટ્વિટ કરવામાં આવ્યુ હતુ. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, “હું વડાપ્રધાન સાથે મારી નાસ્તાની મીટિંગની ખાતરી આપવાની ફરજ પાડું છું, ઇન્દિરા ગાંધીએ 1975માં રિપબ્લિક ડે પરેડનું નેતૃત્વ કર્યા પછી કર્યું હતું, જ્યારે 1982 માં તેમની કાર છીનવી લેવામાં આવી હતી.

ARCHIVE

તેમજ કિરણ બેદી દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી તારીખ 19 નવેમ્બર 2018ના કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “જાન્યુઆરી 1975માં શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથેની આ નાસ્તાની મુલાકાતને યાદ કરીને. આજે તેની જન્મજયંતિ છે. આ દિવસ અને તેની સેવા કરતા વર્ષોની ગમગીન યાદો છે.

ARCHIVE

વર્ષ 2017માં પણ 19 નવેમ્બરના કિરણ બેદીએ આ ફોટોને ટ્વિટ કર્યો હતો અને જણાવ્યુ હતુ કે, “તે એક દુર્લભ લહાવો હતો શ્રીમતી ઇન્દિરા ગાંધી. મને તેનો ખૂબ શોખ હતો. મને પણ આઈ.પી.એસ.માં જોડાવા પર ખૂબ ગર્વ હતો. તેણી મને તેના કાર્યોમાં આમંત્રણ આપતી અને આઈપીએસના અધિકારી રેન્કમાં ભારતની પ્રથમ મહિલા તરીકેની રજૂઆત કરતા હતા.. આ તસવીર તેમના નિવાસસ્થાને જાન્યુઆરી 1975 ની છે.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 1975નો છે. રિપ્બલીક ડેનું નેતૃત્વ કર્યા બાદ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા કિરણ બેદીને નાસ્તા પર તેમના નિવાસ સ્થાને બોલાવવામાં આવ્યા હતા ત્યારની ફોટો છે.

Avatar

Title:શું ખરેખર કિરણ બેદી દ્વારા ઈન્દિરા ગાંધીની કાર ટોંઈગ કર્યા બાદની આ તસ્વીર છે….? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False