શું ખરેખર ગુજરાતમાં પોલીસ કર્મચારીઓ વચ્ચે થયેલા ઝગડાનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Halla Bol નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “गुजरात मॉडल અંદરો અંદર મોર બોલ્યા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોલીસ વચ્ચે થયેલા જગડાનો વિડિયો ગુજરાતનો છે.” 

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાછે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામ પરથી અમને ભાસ્કર દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “યુપીના સીતાપુરના આંખ હોસ્પિટલ ચોકનો આ બનાવ છે. સીતાપુરમાં જ્યારે એક ઈન્સપેક્ટર દ્વારા હેડ કોન્સટેબલને ખૂરશી પર ઉભા થઈ ડ્યુટી કરવાનું કહેવામાં આવ્યુ ત્યારે ઈન્સપેક્ટર અને હેડ કોન્સટેબલ વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં હેડ કોન્સટેબલ દ્વારા ઈન્સપેક્ટર પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો.”

BHASKAR.COM | ARCHIVE

પત્રિકા દ્વારા પ્રકાશિત અહેવાલમાં આ હેડ કોન્સટેબલ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો. 

PATRIKA | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો નહિં પરંતુ ઉતર પ્રદેશના સીતાપુર જિલ્લાનો આ વિડિયો છે. 

Avatar

Title:શું ખરેખર ગુજરાતમાં પોલીસ કર્મચારીઓ વચ્ચે થયેલા ઝગડાનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •