શું ખરેખર કોરોના વાયરસને કારણે 15 ઓક્ટોમ્બર, 2020 સુધી તમામ હોટલો ,રેસ્ટોરન્ટ અને રિસોર્ટ બંધ રહેશે...? જાણો શું છે સત્ય...
Jesal Shah નામના ફેસબુક યુઝર દ્વારા 23 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ભારતની તમામ *હોટલો*, *રેસ્ટોરન્ટો* તેમ જ *રિસોર્ટ* ૧૫/૧૦/૨૦૨૦ સુધી રહેશે બંધ. 👆👆👆👆. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્ર મુજબ દેશની તમામ હોટલો, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ 15 ઓક્ટોમ્બર, 2020 સુધી બંધ રહેશે. આ પોસ્ટને 10 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્ર મુજબ દેશની તમામ હોટલો, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ 15 ઓક્ટોમ્બર, 2020 સુધી બંધ રહેશે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Prasar Bharati News Services દ્વારા 8 એપ્રિલ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દેશની તમામ હોટલો, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ 15 ઓક્ટોમ્બર, 2020 સુધી બંધ રહેશે એ માહિતી તદ્દન ખોટી છે. આવો કોઈ જ પરિપત્ર ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો નથી. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી ખોટી હોવા અંગેની માહિતી આપતી વધુ એક ટ્વિટ PIB Fact Check દ્વારા 8 એપ્રિલ, 2020 ના રોજ કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દેશની તમામ હોટલો, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ 15 ઓક્ટોમ્બર, 2020 સુધી બંધ રહેશે એ માહિતી તદ્દન ખોટી છે. આવો કોઈ જ પરિપત્ર ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, દેશની તમામ હોટલો, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ 15 ઓક્ટોમ્બર, 2020 સુધી બંધ રહેશે એ માહિતી તદ્દન ખોટી છે. આવો કોઈ જ પરિપત્ર ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર કોરોના વાયરસને કારણે 15 ઓક્ટોમ્બર, 2020 સુધી તમામ હોટલો ,રેસ્ટોરન્ટ અને રિસોર્ટ બંધ રહેશે...? જાણો શું છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: False