શું ખરેખર કોઈ ગામ હજુ પણ વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલુ છે..?

સામાજિક I Social
પ્રતિનિધિ છબી, સૌજન્ય: ગૂગલ

આજથી 4 મહિના પહેલા “ખેડૂત ક્લબ.કોમ” નામની ગુજરાત વેબ સાઈટ દ્રારા “ગુજરાતનું એવું ગામ જ્યાં દરેક દિકરીએ બનવું પડે છે વેશ્યા, ભાઈ તથા પિતા જ કરાવે છે આ કામ”નામથી એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો

Khedut.club | Archived Link

આજના ટેકનોલોજીના યુગમાં પણ ખરેખર કોઈ આવું ગામ અસ્તિત્વ ધરાવે છે કે કેમ તે જાણવું ખૂબ જરૂરી હતું આથી આ અહેવાલની સત્યતા તપાસવા અમે સૌપ્રથમ સ્થાનિક લોકો સાથે સંપર્ક કર્યો હતો તેમના જણાવ્યા પ્રમાણે આ ગામમાં હાલ આવું કોઈ દૂષણ છે જ નહીં અહીંના લોકો શાંતિથી વસવાટ કરી રહ્યા છે, અને સુખ શાંતિથી રહે છે.

F:\DOWNLOAD\YEAR 2019\MARCH 2019\28.03.2019\FRANY\WhatsApp Image 2019-03-28 at 12.22.08 PM.jpeg
F:\DOWNLOAD\YEAR 2019\MARCH 2019\28.03.2019\FRANY\WhatsApp Image 2019-03-28 at 12.22.10 PM.jpeg

હકીકતોનું વિશ્લેષણ

હજુ પણ ઉપરોક્ત અહેવાલની સત્યતા તપાસવા માટે બનાસકાંઠા જીલ્લાના SP પ્રદિપ સેજૂડ જોડે વાત કરી હતી જેને અમને જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આ ગામમાં આ પ્રકારનુ દૂષણ હતુ પરંતુ હાલ આવું કોઈ પણ દૂષણ અહીં નથી. અને અહીંલોકો ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે..  

F:\DOWNLOAD\YEAR 2019\MARCH 2019\28.03.2019\FRANY\PRADEEP SEJUL.jpg

તેમજ આ અહેવાલની તપાસ કાર્યવાહી કરવા અમે ગૂગલની પણ મદદ લીધી અને ગૂગલ પર “truth about vadiya gam of banaskantha Gujarat” લખતા અમને 18 હજાર પરિણામો મળ્યા હતા.

F:\DOWNLOAD\YEAR 2019\MARCH 2019\28.03.2019\FRANY\GOOGLE 1.PNG

લિંક

જેમાં અમને TIMES OF INDIA દ્રારા સંમયાંતરે પ્રસારિત કરવામાં આવેલા ત્રણ અહેવાલો મળ્યા હતા, જેમાં 2013માં આ ગામમાં પોલીસ ચોકીની સ્થાપના કરવામાં આવી હોવાનું તેમજ આ ગામમાં સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું, તેમજ અહીંની મહિલા અને તેમના પરિવાર દ્રારા વેશ્યાવૃત્તિના ધંધાનો વિરોધ કરી અને સ્થાનિક પોલીસ સામે ધરણા કર્યાના પણ અહેવાલો પ્રસારિત કર્યાના જોવા મળ્યા હતા, આ તમામ સમાચારો એ વાતની પૃષ્ટી કરી રહ્યા હતા કે, આ ગામમાં કોઈ વેશ્યા વૃતિ થઈ નથી રહી…

F:\DOWNLOAD\YEAR 2019\MARCH 2019\28.03.2019\FRANY\TIMES OF INDIA 2015.PNG
F:\DOWNLOAD\YEAR 2019\MARCH 2019\28.03.2019\FRANY\TIMES OF INDIA 2014.PNG
F:\DOWNLOAD\YEAR 2019\MARCH 2019\28.03.2019\FRANY\TIMES OF INDIA 2013.PNG
TOIArchived Link
TOIArchived Link
TOIArchived Link

આ અહેવાલની વધૂ તપાસ કાર્યવાહી કરતા અમને “વિચરતા સમૂદાય સમર્થન મંચ(VSSM)નામની એક NGOનો સંપર્ક થયો હતો, જે સંસ્થા વર્ષ 2005થી આ ગામના ઉધ્ધાર માટે કાર્ય કરી રહી છે, આ સંસ્થાના ફાઉન્ડર મિત્તલબેન પટેલ જોડે અમે આ અહેવાલને સંબધિત વાત કરી હતી તેમણે પણ આ અહેવાલને નકાર્યો હતો, જો કે તેમને વધુમાં એ પણ જણાવ્યું હતું કે, આ ગામમાં છેલ્લા 7 વર્ષથી તેઓ સમૂહ લગ્ન કરાવી રહ્યા છે, ભૂતકાળની આ ગામની છાપને દૂર કરવા અમે અહીંના લોકોને રોજગાર આપી રહ્યા છીએ..

F:\DOWNLOAD\YEAR 2019\MARCH 2019\28.03.2019\FRANY\VSSM-1.PNG
F:\DOWNLOAD\YEAR 2019\MARCH 2019\28.03.2019\FRANY\MITTAL PATEL 3.jpg
F:\DOWNLOAD\YEAR 2019\MARCH 2019\28.03.2019\FRANY\MITTAL PATEL.jpg
F:\DOWNLOAD\YEAR 2019\MARCH 2019\28.03.2019\FRANY\MITTAL PATEL 2.jpg

પરિણામ : ખોટું

પરિણામોની તપાસ કરતા અમે એ નિણર્ય પર પહોંચ્યા હતા, કે ઉપરોક્ત વેબસાઈટ દ્રારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ ખોટો છે, હાલ આ ગામમાં આ પ્રકારનું કોઈ દૂષણ અમારા ધ્યાનમાં નથી આવ્યું

ફોટો સૌજન્ય: ગૂગલ, TOI

Avatar

Title:શું ખરેખર કોઈ ગામ હજુ પણ વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલુ છે..?

Fact Check By: Frany Karia 

Result: False