શું ખરેખર ભાજપાની સરકારના સમયમાં ડીઝલના ભાવ 81 રૂપિયા છે?

રાજકીય I Political
પ્રતિનિધિ છબી, સૌજન્ય: ગૂગલ

ફેસબુક પર “ભાજપનો વિકાસ ગાંડો થયો છે” પેજ દ્વારા 19 માર્ચના રોજ એક ફોટો શેર કરવામાં આવ્યો હતો અને તેમાં “મોંઘવારી વધી ભ્રષ્ટાચાર વધ્યો, શું આ સારા દિવસોની સરકાર છે?”

લખાણ કરી અને એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે પોસ્ટ પર 809 વ્યક્તિઓએ પોતાનું રિએક્શન આપ્યું હતું, 481 વ્યક્તિઓ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી, જ્યારે 104 વ્યક્તિઓએ આ પોસ્ટ પર પોતાના મંતવ્યો જણાવ્યા હતા.

ફેસબુક લિંક

હકીકતોનું વિશ્લેષણ

હવે ઉપરોક્ત પોસ્ટમાં કેટલી સત્યતા છે, તે તપાસવું જરૂરી હતું, આથી અમે અમારી પડતાલ/તપાસ-કાર્યવાહીની શરૂઆત કરી સૌપ્રથમ આ પોસ્ટમાં જે રીતે કોંગ્રેસ સરકારમાં ડીઝલના ભાવ 41 રૂપિયા અને ભાજપા સરકારમાં 81 રૂપિયા થયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આથી સૌપ્રથમ અમે સ્થાનિક પેટ્રોલપંપના માલિકો સાથે આ બાબતે વાત કરી અને તેમને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધીમાં કયારેય ગુજરાતમાં ડીઝલનો ભાવ 80 રૂપિયા થતા જોયો નથી, સોશિયલ મીડિયા દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવા આ પોસ્ટ મૂકવામાં આવી હોવાનો દાવો સ્થાનિક પેટ્રોલપંપના સંચાલકો દ્વારા કરવામાં આવ્યો હતો.

Z:\DOWNLOAD\YEAR 2019\MARCH 2019\30.03.2019\FRANY\INDIAN OIL PETROL PUMP.jpg

ઉપરોક્ત પોસ્ટની વધુ પડતાલ/તપાસ કાર્યવાહી કરવા માટે અમે “IOCL” ની મદદ લીધી હતી, અને વર્ષ 2004 થી 2013 સુધીના ડીઝલના ભાવ મેળવ્યા હતા, દરમિયાન અમને જે ભાવ મળ્યા તેની સરેરાશ કાઢી હતી અને 2013માં જ્યારે કોંગ્રેસના શાસનનું છેલ્લું વર્ષ હતું ત્યારે ડીઝલનો સરેરાશ ભાવ 54.93 રૂપિયા હતો.

IOCL | Archived link

ત્યારબાદ અમે ભાજપા શાસનના વર્ષ 2014 થી 2018 સુધીના ડીઝલના સરેરાશ ભાવ મેળવવા “IOCL” ની વેબસાઈટ પર વિઝિટ કરી હતી અને “IOCL”ની વેબસાઈટ પરથી ભાજપા સરકારના 5 વર્ષના 2014 થી 2018 સુધીના ડીઝલના ભાવ મેળવ્યા હતા.

IOCL | Archived link

અમે ભાજપા અને કોંગ્રેસ બંને સરકારના શાસનકાળ દરમિયાનના ભાવ મેળવ્યા હતા, ઉપરોક્ત પોસ્ટમાં જે રીતે દર્શાવવામાં આવ્યું હતું કે, કોંગ્રેસના શાસનકાળમાં ડીઝલનો ભાવ 41 રૂપિયા લીટર હતો, તે દાવો ખોટો સાબિત થયો છે, કારણ કે, કોંગ્રેસના શાસનના છેલ્લા વર્ષ 2013માં ડીઝલના ભાવ 54.93 રૂપિયા હતા, અને બાદમાં ભાજપના શાસનકાળ દરમિયાન શું ડીઝલનો ભાવ 81 રૂપિયા લીટર હતો? તો તે વાત પણ ખોટી સાબિત થઈ છે. કારણ કે, ડીઝલના છેલ્લા પાંચ વર્ષના સરેરાશ ભાવ જોતા માલૂમ પડે છે કે, એક પણ વર્ષનો ભાવ 81 રૂપિયાની આસપાસ ન હતો.

પરિણામ :

ઉપરોકત પોસ્ટમાં કરવામાં આવેલી ડીઝલના ભાવની સરખામણી અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ખોટી સાબિત થઈ છે, કોંગ્રેસની સરકાર વખતે ડીઝલના સરેરાશ ભાવ 41 રૂપિયાથી વધારે હતા, જ્યારે ડીઝલનો સરેરાશ ભાવ છેલ્લા પાંચ વર્ષમાં ભાજપાની સરકાર વખતે રૂપિયા 81 સુધી પહોંચ્યો ન હતો.

છબીઓ સૌજન્ય: ગૂગલ

Avatar

Title:શું ખરેખર ભાજપાની સરકારના સમયમાં ડીઝલના ભાવ 81 રૂપિયા છે?

Fact Check By: FRANY KARIA 

Result: False