જાણો શું છે બુરખાધારી મહિલાના ચાંદલાનું રહસ્ય?

રાજકીય I Political

(ફોટો સૌજન્ય: ફેસબુક)

24 માર્ચ, 2019 ના રોજ સંજય ગઢિયા નામના એક ફેસબુક યુઝર દ્વારા આ ફોટોને પોસ્ટ કરવામાં આવ્યો હતો. ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, “નરેન્દ્ર મોદી ની વધું એક નૌટંકી…. મુસ્લિમો પણ ભાજપ સાથે છે તેવું બતાવવા હિન્દુ મહીલાઓ ને આ રીતે પરેડ કરાવી પરંતુ એ બેન ચાંલ્લા સાથે પકડાઈ ગયા. જુવો નાટક.  ફોટોમાં તમે જોઈ શકો છો કે બુરખાધારી મહિલાઓમાંની એક મહિલાએ માથા પર ચાંદલો કરેલો છે. આ મહિલાઓએ ગળામાં ભાજપના નામ અને ચૂંટણી ચિહ્નવાળા પટ્ટા પણ પહેરેલા જોવા મળે છે. આ ફોટોને લગભગ 900 થી વધુ વખત શેર કરવામાં આવ્યો છે ઉપરાંત 1500 થી વધુ પ્રતિક્રિયાઓ પણ આ ફોટાને મળી છે. ઉપરાંત 25 માર્ચ, 2019 ના રોજ બીજા એક પોરબંદર યૂથ યુવા સોશિયલ મીડિયા નામના પેજ પર પણ આજ ફોટોને એજ શીર્ષક સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આ ફોટોને કંઈ વધુ પ્રતિક્રિયાઓ મળી ન હતી.

આર્કાઈવ લિંક

આર્કાઈવ લિંક

મોટેભાગે એવું જોવા મળે છે કે, મુસ્લિમ મહિલાઓ બુરખો પહેરતી હોય છે પણ ચાંદલો કરતી હોતી નથી. એવામાં ચાંદલો લગાવીને બુરખાધારી મહિલા દ્વારા ભાજપનો પ્રચાર કરવાનો આ ફોટો એક શંકાસ્પદ પરિસ્થિતિ ઊભી કરે છે. એમાં એવું પણ મનાઈ રહ્યું છે કે કદાચ મુસ્લિમ મહિલાઓના નામે હિંદુ મહિલાઓ દ્વારા ભાજપના પ્રચારમાં ભાગ લેવામાં આવ્યો હોય. આ શંકાના આધારે અમે આ ફોટોની સત્યતા જાણવાની કોશિશ કરી.

સંશોધન દ્વારા એવું જાણવા મળે છે કે…

સૌ પ્રથમ અમે આ ફોટોનો સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજને સર્ચ કરી, પરંતુ અમને કોઈ ખાસ પરિણામ ના મળ્યું. આ ફોટો સાથે મળતો કોઈ પણ ફોટો અમને પરિણામમાં જોવા ના મળ્યો. ત્યાર બાદ અમે એ જાણવાની કોશિશ કરી કે, શું ફોટોમાં ફોટોશોપ જેવા સોફ્ટવેટ થકી કોઈ છેડછાડ કરવામાં આવી છે? આ વાતની પુષ્ટી કરવા માટે અમે ફોટો ફોરેન્સિક વેબસાઈટ પર આ ફોટોની તપાસ કરી.

image5.png

ફોટો ફોરેન્સિક વેબસાઈટ પર તપાસ કરતાં બુરખાધારી મહિલાના કપાળમ પર અમને સફેદ ટપકાવાળો ભાગ દેખાયો. એનો મતલબ એ થયો કે, મહિલાના કપાળ પર રહેલા ચાંદલાને અલગથી જોડવામાં આવ્યો છે એટલે કે મૂળ ફોટો સાથે છેડછાડ કરવામાં આવી છે.

આ પુષ્ટી કર્યા પછી અમે અલગ અલગ કી વર્ડના ઉપયોગ દ્વારા આ ફોટોને શોધવાની કોશિશ કરી અને અથાગ પરિશ્રમના અંતે અમને યુટ્યુબ પર આ ફોટો સાથે મળતો એક વિડીયો મળી આવ્યો.

image4.png

આ વિડીયોને ઝીણવટપૂર્વક જોતા માલૂમ પડ્યું કે, આજ વિડીયોનો સ્ક્રીનશોટ લઈને તેને ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે. 13 ડિસેમ્બર, 2018 ના રોજ સોલ્યુશન ફોર હ્યુમેનિટી નામના એક યુટ્યુબ ઉપયોગકર્તાએ આ વિડીયોને અપલોડ કર્યો હતો. વિડીયોના શીર્ષકમાં એવું લખ્યું છે કે, “ભાજપની રેલીમાં બુરખાધારી મુસ્લિમ છોકરીઓ?”

વિડીઓમાં આપણે બુરખાધારી મહિલાઓને ભાજપનો પ્રચાર કરતા જોઈ શકીએ છીએ. પરંતુ કોઈ પણ બુરખાધારી મહિલાના કપાળમાં ચાંદલો લગાવેલો જોવા મળતો નથી. આ વિડીયોને અમે વોચ ફ્રેમ બાય ફ્રેમનો ઉપયોગ કરીને નાની નાની ફ્રેમને અલગ અલગ કરીને જોઈ. જેમાં પ્રથમ એક સેકન્ડમાં જ તમે જોઈ શકો છો કે, આ બુરખાધારી મહિલાએ કપાળમાં ચાંદલો લગાવેલો નથી.

image3.png

આ ફ્રેમનો સ્ક્રીનશોટ લઈને ફેસબુક પર વાયરલ થયેલા ફોટો સાથે તુલના કરતાં એ જાણવા મળે છે કે, આ ફોટો સાથે છેડછાડ કરવામાં આવી છે. અંતમાં અમે એ નિર્ણય પર પહોંચીએ છીએ કે, વિડીયોમાં બુરખાધારી મહિલાના કપાળ પર ચાંદલો નથી. પરંતુ આ વિડીયોનો સ્ક્રીનશોટ લઈને ફોટોશોપના ઉપયોગ દ્વારા ચાંદલાને મહિલાના કપાળમ પર લગાવવામાં આવ્યો છે. નીચેના બે ફોટામાં તમે એ સ્પષ્ટપણે જોઈ શકો છો.

image2.png

પરિણામ:

તમામ હકીકતોના સંશોધન બાદ અમે એ નિર્ણય પર પહોંચ્યા છીએ કે, ઉપરનો ફોટો ખોટો છે. ફોટોમાં બુરખાધારી મહિલાના કપાળ પર દેખાતો ચાંદલો ફોટોશોપના માધ્યમથી લગાવવામાં આવ્યો છે જેની પુષ્ટી મૂળ વિડીયો જોઈને કરી શકાય છે.

Avatar

Title:જાણો શું છે બુરખાધારી મહિલાના ચાંદલાનું રહસ્ય?

Fact Check By: Dhiraj Vyas 

Result: False