શું ખરેખર દશેરાના દિવસે રાવણ ફૂટતા 56 લોકોના મોત થયા હતા….? જાણો શું છે સત્ય….

Missing Context રાષ્ટ્રીય I National સામાજિક I Social

કોરોના બાદ દશેરાનો તહેવાર આ વર્ષે સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવાયો હતો. લોકો દ્વારા રાવણ દહન કરી અને આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હાલમાં એક અહેવાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબમાં દશેરાના દિવસે રાવણની અંદર ભરેલા ફટાકડા ફૂટતા 56 લોકોના મોત થયા હતા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

AtheGathe – અઠેગઠે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પંજાબમાં દશેરાના દિવસે રાવણની અંદર ભરેલા ફટાકડા ફૂટતા 56 લોકોના મોત થયા હતા.”

Facebook | Fb post Archive | Fb Article archive

આ સમાચાર તેમજ બ્રેકિંગ પ્લેટનું હેડિંગ વાંચી અને લોકો આ ઘટનાને હાલની અને વાસ્તવિક સમજી રહ્યા છે અને પોતાના મંતવ્યો અને અભિપ્રાયો કોમેન્ટમાં લખી રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો. 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જનસત્તાનો વર્ષ 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમૃતસરના જોડા ફાટક વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે રાવણનું પૂતળું બાળવામાં આવી રહ્યું હતું. પૂતળામાં ફટાકડા ફૂટવા લાગ્યા અને જ્વાળાઓ વધુ તીવ્ર બનતા લોકો રેલવે ટ્રેક પર ગયા. કેટલાક લોકો પહેલેથી જ રાવણ દહન જોવા માટે રેલવે ટ્રેક પર ઉભા હતા. આ દરમિયાન પઠાણકોટ થી અમૃતસર જતી ટ્રેન ખૂબ જ ઝડપે આવી અને મોટી સંખ્યામાં લોકોને ઝપેટમાં લીધા હતા. જેમાં 60 લોકોના મોત થયા હતા અને 51 લોકો ઘાયલ થયા હતા.

Jansatta | Archive

તેમજ એનડીટીવી, આજતક, નવભારત ટાઈમ્સ, દ્વારા પણ આ અંગે માહિતી આપતો વિશેષ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

તેમજ NDTV દ્વારા તેમની યુટ્યુબ ચેનલ પર આ ઘટનાનો વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ અમે પંજાબના લોકલ મિડિયા હાઉસ ના સંપર્ક સાધ્યો હતો અને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ દૂરઘટના સર્જાય છે કે નહિં તે અંગે પૂછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ તદ્દન ખોટી વાત છે. આ પ્રકારે કોઈ દૂરઘટના રાવણ દહનના કાર્યક્રમ દરમિયાન નથી સર્જાય. વર્ષ 2018માં અમૃતસરમાં રાવણ દહન દરમિયાન ટ્રેન અકસ્માતમાં 60 લોકોના મોત થયા હતા.” 

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે પંજાબ પોલીસના ડીજીપી ઇકબાલપ્રિત સિંઘ સહોતા નો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ દુરઘટના ગત વર્ષે કે આ વર્ષે સર્જાય નથી, વર્ષ 2018માં દુરભાગ્ય પૂર્ણે ટ્રેન અક્સમાતની ઘટના સર્જાય હતી. પરંતુ તેમાં પણ રાવણ ફાટવાની ઘટના જવાબદાર ન હતી. પરંતુ ટ્રેન અકસ્માતના કારણે દુરઘટના સર્જાય હતી.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ કે, રાવણની અંદર રહેલા ફટાકડા ફૂટવાથી 56 લોકોના મોત ન હતા થયા. પરંતુ રાવણ દહન જોવા ગયેલા લોકોનું ટ્રેન અકસ્માતમાં મોત થયુ હતુ.

Avatar

Title:શું ખરેખર દશેરાના દિવસે રાવણ ફૂટતા 56 લોકોના મોત થયા હતા….?

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context