જાણો પ્રિયંકા ગાંધીના વાયનાડ ખાતે ઉમેદવારી પત્ર ભરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કલેક્ટર ઓફિસ બહાર ઉભા રહ્યા હોવાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રિયંકા ગાંધીના વાયનાડ ખાતે ઉમેદવારી પત્ર ભરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કલેક્ટર ઓફિસ બહાર ઉભા રહ્યા હોવાનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પ્રિયંકા ગાંધી જ્યારે ઉમેદવારી પત્ર ભરતા હતા ત્યારે મલ્લિકાર્જુન ખડગે કલેક્ટર ઓફિસમાં હાજર હતા દરવાજાની બહાર તેમને ઉભા રખાયા હોવાની માહિતી તદ્દન ખોટી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો બીજેપી નેતા રાજીવ ચંદ્રશેખરે 23 ઓક્ટોબર, 2024ના રોજ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો.

આ ટ્વિટના જવાબમાં કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પ્રિયંકા ગાંધીની ઉમેદવારી ભરતા સમયના કેટલાક ફોટા શેર કર્યા છે. 

આ તસવીરોમાં પ્રિયંકા ગાંધી મલ્લિકાર્જુન ખડગે સાથે તેમની બાજુમાં બેઠેલા જોઈ શકાય છે.

અમારી વધુ તપાસમાં અમને ANIની યુટ્યુબ ચેનલ પર પ્રિયંકા ગાંધીના નોમિનેશન ફોર્મનો સંપૂર્ણ વીડિયો મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

આ વીડિયોમાં પ્રિયંકા ગાંધી, તેમના પતિ રોબર્ટ વાડ્રા, પુત્ર રેહાન અને માતા સોનિયા ગાંધી કલેક્ટરની સામે બેઠેલા જોવા મળે છે.

આ પછી રોબર્ટ વાડ્રા, રેહાન બહાર જાય છે અને પ્રિયંકા ગાંધી સાથે મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને કે.સી. વેણુગોપાલ દેખાય છે.

જ્યારે અમે ઘટના અંગે વધુ માહિતી મેળવવા માટે રાહુલ ગાંધીની વાયનાડ ઓફિસનો સંપર્ક કર્યો ત્યારે રાહુલ ગાંધીના પી.એસ. ઓગસ્ટિને વાયરલ દાવાને નકારી કાઢતા કહ્યું, “પ્રથમ પ્રિયંકા ગાંધી તેમના પતિ રોબર્ટ વાડ્રા અને પુત્ર રેહાન સાથે તેમના ઉમેદવારી પત્રો ભરવા માટે કલેક્ટર કચેરીમાં પ્રવેશ્યા હતા. રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધિરામૈયા અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી જેવા નેતાઓ હાજર રહ્યા હતા, કાયદા અનુસાર ઓફિસમાં માત્ર પાંચ લોકોને જ બેસવાની છૂટ છે. તો કેટલાય નેતાઓ થોડા સમય માટે ઓફિસની બહાર રહ્યા હતા. બાદમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓ પ્રિયંકા ગાંધીને તેમની ઓફિસમાં મળે છે.

ઉમેદવારોની હેન્ડબુક નિયમો

કેરળ ચૂંટણી પંચ ઉમેદવારોની હેન્ડબુકના નિયમ 3.12 મુજબ, ઉમેદવાર સહિત મહત્તમ 5 વ્યક્તિઓએ ઉમેદવારી પત્ર સબમિટ કરતી વખતે ચૂંટણી અધિકારીની સામે હાજર રહેવું જોઈએ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પ્રિયંકા ગાંધી જ્યારે ઉમેદવારી પત્ર ભરતા હતા ત્યારે મલ્લિકાર્જુન ખડગે કલેક્ટર ઓફિસમાં હાજર હતા દરવાજાની બહાર તેમને ઉભા રખાયા હોવાની માહિતી તદ્દન ખોટી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો પ્રિયંકા ગાંધીના વાયનાડ ખાતે ઉમેદવારી પત્ર ભરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કલેક્ટર ઓફિસ બહાર ઉભા રહ્યા હોવાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *