તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને કારણે બાંગ્લાદેશમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બાંગ્લાદેશનો નહીં પરંતુ મણીપુર ખાતે રેમલ વાવાઝોડાને કારણે થયેલા ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને કારણે બાંગ્લાદેશમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ધ ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા 28 મે, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મણીપુરના સેનાપતિ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો આ વીડિયો છે.

આજ વીડિયો અમને અન્ય કેટલાક યુટ્યુબ યુઝર દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Youtube Post 1 | Youtube Post 1

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેની ટ્વિટ ધ હિંદુ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર 28 મે, 2024 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બાંગ્લાદેશનો નહીં પરંતુ મણીપુર ખાતે રેમલ વાવાઝોડાને કારણે થયેલા ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિના વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False