
Rajkot Right Now નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચીનની અવળચંડાઈ ભારત-ચીન વચ્ચે LAC પર હાલ ભારે તનાવ ચાલી રહ્યો છે. ત્યારે ભારતીય વીર સૈનિકો ચીનની સેના સામે હાથોહાથનું યુદ્ધ લડી રહ્યા છે. એક એક ઇંચ જમીન માટે ભારતીય સૈનિક ચીનાઓ સાથે લડી રહ્યો છે ત્યારે ગત મહિને ચીની સેનાએ ભારતીય સૈનિકો સાથે કરેલી ઝપાઝપીનો આ વિડીયો શૂરવીર ભારતીય સૈનિકો માટે દિલથી માન ઉપજાવે તેવો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 120 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો એક મહિલા પહેલા થયેલી ઝપાઝપીનો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજનામાઘ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને India News દ્વારા તારીખ 24 ઓગસ્ટ 2014ના તેમની ઓફિશીયલ યુટ્યુબ ચેનલ પર આ વિડિયોને આધારિત સમગ્ર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ ઝી ન્યુઝ દ્વારા આ વિડિયો પર આધારિત સમગ્ર અહેવાલ 25 ઓગસ્ટ 2014ના પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો એક મહિના પહેલાનો નહિં પરંતુ વર્ષ 2014નો છે. એક મહિના પહેલા ઝપાઝપીનો વિડિયો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર એક મહિના પહેલા ચીનના સૈનિકો સાથે થયેલી લડાઈના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
