Raju Chauhan નામના ફેસબુક યુઝર દ્વારા 7 સપ્ટેમ્બર,2019 ના રોજ અપના અડ્ડા નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જયારે કાયદા બનાવવા વાળા કાયદા નો ભંગ કરે ત્યારે તેમને કેટલા રૂપિયા નો દન્ડ લાગશે ? નીતિન ગડકરી વગર હેલ્મેટ ટુ વહીલર ચલાવતા RSS મુખ્યાલય પહોંચ્યા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્કૂટર પર હેલ્મેટ પહેર્યા વિના નાગપુર ખાતેના આરએસએસના મુખ્યાલય ખાતે પહોંચ્યા હતા. આ પોસ્ટને 62 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 9 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 28 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

2019-09-09.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તેથી સૌ-પ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.09.09-17_53_22.png

Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ ઠોસ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે ગુગલનો સહારો લઈ बीना हेल्मेट आरएसएस मुख्यालय पहुंचे नीतीन गडकरी સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

Archive

ઉપરના પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના વીડિયોને NDTV India દ્વારા 25 ઓક્ટોમ્બર, 2014 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. એ સમયે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી હેલ્મેટ પહેર્યા વગર નાગપુર ખાતેના આરએસએસ મુખ્યાલય ગયા હતા. ત્યારે આ વીડિયો વાયરલ થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ ઉપરાંત અન્ય ઘણા બધા મીડિયા હાઉસ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

jagran.comamarujala.combhaskar.com
ArchiveArchiveArchive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો વર્ષ 2014 નો છે. સોશિયલ મીડિયાના અનેક ફાયદાઓ છે એજ રીતે સૌથી મોટો ગેરફાયદો એ છે કે, જૂની વસ્તુને કોઈ ગમે ત્યારે નવી બનાવી દે ત્યારે તે એક ખોટો વિવાદ થતો હોય છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવતી હોય છે.”

Bharat Pandya quote.png

ઉપરના પરિણામો પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2014 નો છે. જે ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2014 નો છે. જે હાલના બદયાલેલા ટ્રાફિકના નિયમો સાથે ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આ વીડિયો ટ્રાફિકના નવા નિયમો લાગૂ થયા બાદનો છે...? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False